આજે સાંજ સુધીમાં ૨૦૦૦ પણ વધુ કીટો બનાસકાંઠા રવાના કરવામાં આવશે: કમલેશ મિરાણી અને અંજલીબેન રૂપાણી સહિત ટીમોને સહાય માટે રાજકોટવાસીઓનો જબરો પ્રતિસાદ

પુર આવવાથી જે લોકો પોતાની ઘર વખરીની ચીજ-વસ્તુઓ ગુમાવી ચુકયા છે તેમને સહાય આપવા માટે ભાજપના કાર્યકરોએ એક પગલું લીધું છે જેના અંતર્ગત રાજકોટના કુલ ૧૮ વોર્ડમાં જુદી જુદી ટીમો જઇને આમ નાગરીકો પાસે ફાળો ઉઘરાવશે તથા તે ફાળાથી તેમના માટે સહાય કીટ ખરીદાશે અને તે લોકોને મોકલવામાં આવશે.

આ સંદર્ભે ઇન્દિરા સર્કલ કે આ વોર્ડ નં.૯ અને ૧૦ બન્ને આવે છે ત્યાં કુલ ર ટીમો ત્યાં જઇને ફાળો ઉઘરાવવાનું કાર્ય કરી રહી હતી. આ અવસરે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલની આગેવાનીમાં એક ટીમ કાર્યરત હતી તથા અંજલીબેન ‚પાણીની આગેવાનલ હેઠળ બીજી ટીમ કાર્યરત હતી.

આ વિશે કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે મેઘરાજાન જે મહેર થઇ છે તેનો આનંદ તો બધાને છે જ પરંતુ અતિવૃષ્ટિના કારણે બનાસકાંઠા અને પાટણ વિસ્તારના લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. આ લોકોની સહાય કરવા માટે રાજકોટ શહેરના ભાજપના કાર્યકર્તા રાહત સામગ્રીની કિટ માટે વ્યાપારી માટે તેમને વિનંતી કરવાના હતી.

અને રાજકોટની જનતા પાસેથી પણ અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમણે જ વધુમાં જણાવતાં કહ્યું હતું કે તા. ૩૧ જુલાઇ તથા ૧ ઓગષ્ટ એમ બંને દિવસ દરેક વોર્ડમાં આવી જ રીતે રાહત સામગ્રી માટે ફાળો ઉઘરાવાના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આજે  ૨૦૦૦થી  પણ વધુ કીટો અમે બનાસકાંઠા મોકલવામાં આવશે. અને આપણાં પનોતાપુત્ર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ પાંચ દિવસ સુધી બનાસકાંઠામાં મુકામ નાખશે તથા ત્યાં ડોકટરો પણ આજથી મુકામ કરવાના છે.

બીજી ટીમના આગેવાન અંજલીબેન રૂપાણીએઆ અંગે જણાવ્યું હતું કે રાજકોટના લોકો ખુબ જ દિલેર છે અને બનાસકાંઠાના પુર પીડીતો માટે તેમના મનમાં ખુબ જ લાગણી છે ત્યારે રાજકોટ શહેર ભાજપના કાર્યકરો જે ઝુંબેશ ચલાવી રહ્યાં છે. તેમાં રાજકોટની જનતા પુરેપુરા જોરશોરથી પોતાનો પ્રતિસાદ આપી રહી છે. તેમણે રાહત સામગ્રીની કીટ વિશે જણાવતાં કહ્યું હતું કે એક રોશનની કીટ છે અને બીજી ઘર વપરાશની વસ્તુઓ છે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જે કોઇને પોતાનો સહયોગ આપવો છે તે ભાજપના કાર્યાલયે આવી શકશે.

આવી જ રીતે બધા જ વોર્ડમાં રાહતસામગ્રી માટે ફાળો એકત્રિત કરાયો હતો જેમાં વોર્ડ નં.પમાં ભાજપ મહામંત્રી કિશોર રાઠોડની આગેવાનીમાં દલસુખ જાગાણી, મુકેશ રાદડીયા, મનસુખ જાદવ, ગેલાભાઇ રબારી તથા ભરતભાઇ મકવાણા સહીતના પદાધિકારીઓ એ ફાળો એકત્રિત કરાયો હતો.

ત્યારે કિશોરભાઇ રાઠોડએ જણાવ્યું હતું કે આજે સવારે જ નકિક કરવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાત વિસ્તારમાં જે પુર પિડીતો છે તેમને રાહત સામગ્રી પહોંચાડવામાટે ફાળો એકત્રિત કરવામાં આવે તે સંદર્ભે આજે વોર્ડ નં.પ ખાતે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. તેમણે મુખ્યમંત્રી નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વિજયભાઇ પણ પાંચ દિવસ સુધી બનાસકાંઠા ખાતે મુકામ કરવાના છે. તથા પોતાનો જન્મદિન પણ તેમની સાથે જ મનાવાના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.