રમેશના પરિવારને ભરણપોષણ અને જીવન નિર્વાહ માટે સરકારની ફુડ સિકયોરીટી સ્કિમના લાભો, આધાર કાર્ડ, આવકનો દાખલો અને ચૂંટણી કાર્ડ આપવામાં આવ્યા છે
સરકાર દેશના ગરીબોને સાક્ષર બનાવવાના લગાતાર પ્રયાસો કરી રહી છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી જે રીતે સાક્ષરતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે ખરેખર સરાહનીય છે. એમાં પણ ખાસ કરીને વાઉ પ્રોેજેકટ બાળકના સર્વાગી વિતાસ માટે સતત કાર્યરત રહે છે. લાખોના ખર્ચે શરુ થયેલો આ અશ્ર્વમેધ યજ્ઞ રાજકોટ સહિત આજુબાજુના વિસ્તારો સુધી કરી વળ્યો છે.
કયારેક જીવનમાં ‘એક સાંધો ત્યાં તેર તૂટી’ જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. અભ્યાસ તો શું, પરિવારનું પેટ ભરવા માટેના પૈસા પણ ઘરના મોભી પાસે ન રહે એવું પણ બને છે! ૧૧ વર્ષીય રમેશના પિતા થોડા વર્ષો પહેલા તેને અને તેની માતાને છોડીને કયાંક ચાલ્ગયા ગયા.
માતાએ બીજા લગ્ન કર્યા. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નાજુકા ખાવાના પણ સાંસા પડે ! માતા-પિતા બન્ને ભંગારની લારી ચલાવે અને રમેશ રોજના રૂપિયા ૧૫૦/- લેખે ચાની લારી પર મજુરી કરે. વાઉ બસના સ્વયંસેવકોને ખ્યાલ આવ્યો કે રમેશે ફકત ત્રીજા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છુે. તેમણે રમેશને બાળ મજુરીની ચુંગાલમાંથી મુકત કરાવીને સરકારી શાળામાં ફરી એડમીશન ઉપરાંત આધાર કાર્ડ તેમજ શિષ્યવૃતિ માટે જરુરી બેન્ક એકાઉન્ટ ખોલાવી આપ્યું છે. સાથો સાથ રમેશની માતાને ચુંટણી કાર્ડ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના અને રાશન કાર્ડમાં સુધારા વધારા સહીતના લાભો પણ મળતા થયા છે.