સિવિલ હોસ્પિટલમાં કુપોષિત બાળકોનાં કેન્દ્રમાં સાથે રહેનારી માતાને રોજ રૂા.૧૦૦ સહાય આપવામાં આવે છે: એ પ્રકારની જરૂરી માહિતી વાઉ દ્વારા આપવમા આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સુદ્દઢ નારો આપ્યો છે કે સહી પોષણ, દેશ રોશન, હકારાત્મક બાબત એ છેકે ભારત સરકાર ફકત નારા આપવામાં વિશ્ર્વાસ નથી ધરાવતી પરંતુ એને યથોચિત ન્યાય આપવાનો પણ પૂરો પ્રયત્ન કરે છે. વાઉ પ્રોજેકટ અંતર્ગત એવા અઢળક કાર્યો થઈ રહ્યા છે જે ઉપરોકત ઉકિતને ચરિતાર્થ કરે છે. દેશની આન-બાન-શાન સમી નવી પેઢી માટે સરકાર જાગૃત છે. એ વાત દેશના પ્રત્યેક નાગરીક માટેગૌરવ પ્રદ બાબત છે જો. બાળક સશકત હશે તો દેશનું ભવિષ્ય પણ મજબૂત હશે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.વાઉ બસ દ્વારા કરવામાં આવતી બાળ કલ્યાણની પ્રવૃત્તિ શહેરના કુપોષિત બાળકોને આહાર વિહારથી માંડીને જીવનશૈલી બદલવા સુધીની જરૂરી બાબતોથી માહિતગાર કરે છે. ફકત એટલું જ નહી તેઓ જરૂરીયાતમંદ લોકોને સમય સમયાંતરે આર્થિક સહાય પણ પૂરી પાડે છે. ડુંગરકા ગામે પહોચેલા સ્વયંસેવકોએ ત્યાં આયોજીત કરેલા આરોગ્ય કેમ્પમાં સાડા ચાર વર્ષના બે બાળકીઓ કાવ્યા લિંબાસીયા અને હીર કામાણીને જોયા. જેમનું વજન ફકત સાડા અગિયાર કિલોગ્રામ ! તાત્કાલીક્તબીબી પરિક્ષણ બાદ તેમની કુપોષણના શિકાર હોવાની વાત સામે આવી સ્વાસ્થ્યકર્મીઓતરપથી તેમને એક માસની દવા સ્થળ ઉપરથી જ શરૂ કરી દીધી વધુ સારવાર માટે એમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.