એક સમયે વિકલાંગ મયુર પોતાના ઘરની બહાર ભાગ્યે જ નીકળી શકતો હતો તે આજે છુટી હરી ફરી શકે છે આનાી વધુ સુંદર બીજુ તો શું હોય શકે!
વિકલાંગતા એ ઘણીવાર મનની સુષુપ્ત શક્તિઓ જગાડવા માટેનું માધ્યમ બને છે. આજનો સમાજ ભલે એને અભિશાપ માનતો હોય, પરંતુ માણસ જ્યારે પોતાનામાં રહેલી નિરાશા ખંખેરીને જીવનને પ્રવૃતિમય બનાવે તો એમની આસપાસનું વિશ્વ બદલાઈ શકે તેમ છે. વર્ષ ૨૦૧૮માં નિધન પામેલા વિશ્ર્વના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ કેટલાય દાયકાઓ શારીરિક વિકલાંગતા સો જીવ્યા, પરંતુ એમણે ક્યારેય તેની અસર પોતાના મન પર વા ન દીધી. અવકાશ વિજ્ઞાનને લગતી કેટલાક મહાન ખોજ એમના ખાતામાં બોલે છે.
સરકારના પ્રયાસો એવા રહ્યાં છે કે, વિકલાંગ બાળકો પણ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એક સમાન હક્ક પ્રાપ્ત થઈ શકે. લોહાનગરમાં રહેતા મનિષભાઈ ડાભીનો ૭ વર્ષનો વ્હાલસોયો પુત્ર મયુર ૯૦ ટકા વિકલાંગ છે. તેની હાલવા-ચાલવાની અને પ્રતિભાવો આપવાની ક્ષમતા સાવ નહીંવત થઈ ગઈ છે. સ્વાભાવિક છે કે મયુરને આખો દિવસ ઘરમાં જ રહેવું પડે. એમના પિતા ભંગાર વેંચી ગુજરાન ચલાવે એટલે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની જાય. આવા વિપરીત સંજોગોમાં એમના માટે વાઉ પ્રોજેકટ સહાયરૂપ પુરવાર થયો. મયુરની દિવ્યાંગતા વિશે જાણ તાં પ્રોજેકટના માધ્યમી મયુરને આધારકાર્ડ, તેની અપંગતાનું પ્રમાણપત્ર, એસટી મુસાફરી પાસ અને વ્હીલચેર પણ મળ્યા. એમની માતાને પણ આ જ યોજના હેઠળ રેકડી મળે તેવી વ્યવસ રાજકોટ જિલ્લાના કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા કરી આપવામાં આવી. શુન્ય બેલેન્સ સોનું બેંક એકાઉન્ટ તેમજ વિકલાંગ પેન્શન યોજના અંતર્ગત પ્રતિ માસ રૂ.૬૦૦ની સુવિધા પણ અપાઈ.