બાળકોના શાળા પ્રવેશી માંડીને ચારિત્ર્ય ઘડતર સુધીની યાત્રાની જવાબદારી લેતુ વાઉ
ગરીબી ! ભારતનાં અર્થતંત્ર સાથે જોડાયેલી એક દારૂણ વાસ્તવિકતા. એક સમયે સોને કી ચીડિયા ગણાતું ભારત આજે કંઈ કેટલાય નિર્ધનોનાં ચિત્કાર સાથે જીવી રહ્યું છે. વડવાઓ કહી ગયા છે કે ગરીબી દૂર કરવી હોય તો ભણતરનો આશરે લેવો જરૂરી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણા અને રાજકોટ જિલ્લાના કલેકટર ડો.રાહુલ ગુપ્તાની દેખરેખ હેઠળ શરૂ થયેલા આ મહાયજ્ઞનો પ્રારંભ ૧૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ થયો.
રાજકોટનાં માધાપર ચોક વિસ્તારનાં સીમેન્ટ ગોડાઉન પાસે રહેતાં ચંપાબેન વાલજીભાઈ ભાટીનું જીવન ઘણા સંઘર્ષો અને ઉતાર-ચડાવમાંથી પસાર થયું. ૩૮ વર્ષના ચંપાબેનને સંતાનમાં પાંચ બાળકો. આજી ૧૦ વર્ષ પહેલા એમના પતિનું ખૂન થઈ ગયું હતું. ૧૧ વર્ષની દીકરી તેજલ સવારે ૯ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી હોટેલમાં વાસણ સફાઈનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી. ભણવાની વાત તો દૂર પરંતુ ચંપાબેનના કોમળ બાળકોને પુસ્તકો કે ચોપડીઓ સાથે સ્નાન સુતકનો સંબંધ ન હતો. બે ટંકનું ભોજન માંડ નશીબ તું હોય એમાં આવું બધુ તો ક્યાંથી પોશાય ? પણ અંતે, પોતાના સંતાનોને ભણવા ગણવાની છુટ આપી.
વાઉ બસના સ્વયં સેવકોએ ચંપાબેનને વિધ્વા સહાય હેઠળ પ્રતિમાસ રૂા.૧૨૫૦ મળી રહે તેવી વ્યવસ કરી આપી. આ ઉપરાંત રાશનકાર્ડ, માં અમૃતમ કાર્ડ, આધારકાર્ડ, વિધ્વા સહાય યોજના માટે પોસ્ટ એકાઉન્ટ ખાતુ અને સરકારની ફૂડ સિક્યોરીટી સ્કીમના લાભો પણ આપવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ખાસ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે તેમજ જનજાગૃતિ લાવવા માટે વિઝડમ ઓન વ્હીલ્સ એટલે કે વાઉ પ્રોજેકટ શરૂ કર્યો છે. આ પ્રોજેકટ હાલ સફળતાની દિશામાં આગળ ધપી રહ્યો છે. ત્યારે આ વાઉની વિજયગાાના ૬૩ એવા કિસ્સાઓ છે જેમાં જાણે બાળકોને નવું જીવન મળ્યું હોય. આ તમામ કિસ્સાઓ ‘અબતક’ સાંધ્ય દૈનિકમાં આજી દરરોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.