Abtak Media Google News

સરકાર દ્વારા કડચા કુટુંબના આંતરિક મતભેદો ઉકેલી ન શકે, પરંતુ એમાંના બાળકોનું વર્તમાન સુધારીને ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં તો તેઓ સફળ થઇ જ રહ્યા છે

પરિવારનું મુલ્યએ વ્યકિત જ સમજી શકે. જેેણે પોતાના ઘરને નજર સમક્ષ તૂટતુ જોયું હોય! ચેસના પ્યાદાઓની માફક એક પછી એક સભ્યો આંખ સામેથી કોઇને કોઇ કારણોસર દર થવા માંડે, એ પીડાનું વર્ણન પણ કદાચ શકય નથી. એવું પ્રતિત થવા માંડે જે જિંદગી હોય તો તેના મગજ પર ધટનાની ખરાબ અસર પડે છે. વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યુ છે કે બાળકો પોતાના નાનપણમાં જે જુએ, સમજે જાણે, એ યાદો તેની સાથે પડછાયાની માફક જીવનપર્યત રહે છે. ૧૦ વર્ષની મીના અને ૧ર વર્ષના લકી પંકજભાઇ તલસાંગરીયાનો જીવન માર્ગ પણ કંઇક જુદી જ દિશામાં ફંટાઇ ચૂકયો હતો.

લોહાનગરમાં રહેતા જશુબેન ખંબાડીયાને આ બે સંતાનો આડા સંબંધોની શંકા જતા પતિએ જસુબેનને ઘરમાંથી કાઢી મુકયા બન્ને બાળકોને લઇને તેઓ અન્ય ઘેર રહેવા આવી ગયા. ઘરની સ્થિતિ સાવ નબળી, આંખો દિવસ જૂના કપડા લઇને એને ઓછા ભાવે વેચવાનો ધંધો જસુબેનના ફાળે આવ્યો. જેની માઠે જશુબેન પોતાના ભરથાર સાથે બાખડી પડેલા, એ વ્યકિત કોઇ કામધંધો કર્યા વગર ઘેર બેસીને મફતના રોટલા તોડવાનું કામ કરે! માં બહાર ગઇ હોય ત્યારે દીકરી મીના આખું ઘર સંભાળે અને વ્યવસ્થિત ગોઠવો બાપ વગર દીકરાનું ઘડતર પણ સારી રીતે ન થઇ શકયું હોવાને લીધે લકીને જુગાર રમવાની લતલાગી ગઇ હતી. વાઉ પ્રોજેકટના માઘ્યમ દ્વારા બન્ને બાળકોને શિક્ષણનો માર્ગ દેખાડવામાં આવ્યો. આજે તેઓ શાળા નંબર ૬૫માં અભ્યાસ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.