પોતાના જીવનમાં આવી પડેલા ઝંઝાવાતો સામે લડત આપીને પૂનમ ભણવા માંગતી હતી. જેનું સ્વપ્ન હાલ પુરુ થઇ રહ્યું છે

એઇડસ જેવા ગંભીર રોગથી પીડીતો માટે સૌથી સમસ્યા છે. સમાજનો સામનો એમને આપણો સમાજ ખુલ્લા દિલે આવકારી નથી શકતો, અપૂરતી માહિતીઓને લીધે તેમનામાં ડર વ્યાપી રહ્યો છે. આ કારણોસર જ એમની સાથે કેટલીક વખત છૂન-અછૂતનો ભેદ રાખવામાં આવે છે. એમના નિર્દોષ બાળકો પણ ધૃણા અને ધુત્કારનો ભોગ બને છે. એમને શિક્ષણક્ષેત્રે તેમ જ સામાજીક સ્તરે સતત નબળા અને નીચા માનવામાં આવે છે.

પરંતુ પેલું કહે છે કે ને કે… માં માટે તો પોતાના બધા જ સંતાનો એકસરખા એ કયારેય કોઇ વચ્ચે વ્હાલા- દવલાનો ભેદભાવ ન કરી શકે. એવી જ રીતે સરકારના વાઉ પ્રોજેકટ માટે કામ કરતા સ્વયંસેવકો માટે પણ બાળકોનું ભવિષ્ય અને એમનું જીવન વધુ અગત્યનું છે. ગરીબી અને લાચારીના આવા જ એક કાદવમાંથી તેમણે બહાર કાઢી પુનમ (નામ બદલાવ્યું છે) જેના પિતા કાર મિકેનીકનું કામ કરી રહ્યા છે. અને એઇડસગ્રસ્ત છે. પુનમને શૈક્ષણિક પ્રવૃતિ માટે ઉત્સાહિત કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાની શાળા નંબર ૭૦માં પ્રવેશ અપાવવામાં આવ્યો. તદુપરાંત એમના પિતાને અત્યોદય યોજના હેઠળ તબીબી સહાય તેમ જ પ્રતિમાસ ૦૦/- રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. માઁ વગરની પુનમનું જીવન નવપલ્લવિત કરવામાં વાઉ પ્રોજેકટે મહત્વનું ભૂમિકા ભજવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.