રાજકોટ મહાનગરપાલિકાની શાળામાં હિમાંશાને ધોરણ ૧ માં જયારે જયને ધોરણ-રમાં એડમીશન અપાવવામાં આવ્યું છે, જયાં તેને પોષણક્ષમ ભોજન પણ મળ્યું છે

અમિતાભ બચ્ચનના પિતાશ્રી હરિવંશરાય બચ્ચનની સુંદર પંકિતઓ આ પ્રસંગ વેળાએ યાદ આવી રહી છે. યહ મહાન દ્રશ્ય છે. ચલ રહા મનુષ્ય હૈ, અશ્રુ સ્વેદ રકત સે, લશપથ લથપથ લથપથ… અગ્નિપથ ફિલ્મના કલાયમેકસ દ્વારા વખતે આ પંકિતાઓનું ઉચ્ચારણ થાય છે. રૂંવાડા ઉભા થઇ જાય એટલી અસરકારકતા એમાં છે. વાઉ પ્રોજેકટના સ્વયંસેવકો જે રીતે લગાતાર આટલા મહીલાઓથી ટાઢ, તાપ, વરસાદની પરવાહ કર્યા વગર વંચિતોના જીવનમાં સુખનો સુરજ લાવવા માટે પ્રયત્નશીલ છે. એ જોઇને ઉપરોકત પંકિતઓ ગણગણવાનું મન થાય.

થોડા દિવસો પહેલા જ વાઉ એ જયશ્રીબેન વિજયભાઇ ઢોલકીયાના પરિવારને મદદ કરીને સરકારે એમના ઉપર મૂકેલા વિશ્ર્વાસને યથાયોગ્ય સત્ય સાબિત કર્યો છે. જયશ્રીબેન પોતે વિકલાંગ છે. એમના પતિ મજુરીકામ કરીને ઘરના બે છેડા ભેગા કરવાની કોશીશ કરી રહ્યા છે. કુટુંબમાં પતિ-પત્ની

ઉપરાંત ત્રણ સંતાનો કુલ પાંચ પેટ જેદરરોજ બે ટંકનું ભોજન માંગે!

વાઉ બસના કેમ્પ દરમિયાન એમના બાળકો એટલે કે ૮ વર્ષનો જય, ૬ વર્ષની હિમાંશા અને ૩ વર્ષની રાધિકા પણ એનો હિસ્સો બન્યા. શિક્ષણ પ્રત્યેની એમની તત્પરતા અને ધગશ  જોઇને એમને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.