પડધરીના અન્ય કેટલાક કિસ્સામાં પણ વાઉ પ્રોજેકટને કારણે કેન્સર પીડીતોને સરકારી સહાય મળી, કેન્સરની મોંધીદાટ સારવારમાં હવે તેને થોડી ઘણી રાહત મળશે

જગતમાં એવો એકપણ નશીલો પદાર્થ નથી. જેનું સેવન વ્યકિતને લાભકર્તા હોય! શરીરને કચરાપેટી સમજતા વ્યકિતનો વ્યસન સાથેનો નાતો હંમેશા ગાઢ જ હોય છે. પરંતુ સમજવા જેવી વાત છે કે કોબ્રા સાપ સાથેની દોસ્તી મનુષ્યને ઝેર જ આપી શકે. અમૃત નહી! એ મિત્રતા પાસેથી વફાદારી કે સાતત્યપણાની અપેક્ષા રાખવામાં પણ મૂર્ખામી છે. નશીલા પદાર્થો પોતાની સાથે અસાઘ્ય રોગોની આંધી લઇને આવે છે. આવા જ કેટલાક કિસ્સા પડધરીના પરિભ્રમણ દરમિયાન જોવા મળ્યા. પડધરીના ઉકરડા ગામે રહેતા જયાબેન ગોવિંદભાઇ રાજપરાની ઉમર માત્ર ૨૦ વર્ષ છે. પરંતુ નિકોટિનયુકત પદાર્થોના સેવનને લીધે તેમને મોઢામાં કેન્સર થયું. જેનું નામ સાંભળીને પણ થરથર કાંપી જવાય એવો રાજરોગ એટલે કેન્સર! આપણે ગમે એટલા આધુનિક થઇ ગયા હોવા છતાં આજે પણ કેન્સરની સારવાર માટે લાખો રૂપિયા ખર્ચવા પડે એવી હાલત છે. જે દરેક દર્દી માટે શકય નથી.

તેઓ વાઉ બસના આરોગ્ય કેમ્પમાં આવ્યા અને સરકાર દ્વારા મળવાપાત્ર માસિક રૂપિયા ૧૦૦૦/- ની સહાયનું ફોર્મ ભર્યુ અને તેના લાભથી તેઓ થઇ ગયા ખુશખુશાલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.