શાળાજીવનથી સદંતર દૂર થઇ ચૂકેલી મનીષા પોતાના સાત ભાઇ-ભાંડુઓની માફક કયારેય અભ્યાસ પરત્વે ઢળી નહોતી પરંતુ તેના જીવનમાં શિક્ષણનો ઉજાસ પથરાયો

કેટલીક વખત એવું બનતું હોય છે કે બાળકને અભ્યાસમાં રૂચિ બેશક હોય, પરંતુ કશાક અજ્ઞાન ભ અથવા આજુબજુના વાતાવરણ સાથે અનુકુળ ન થઇ શકવાને લીધે શાળાજીવન દોઝખ લાગવા માંડે, આવો જ એક કિસ્સો બન્યો લોહાનગરમાં રહેતી ૧ર વર્ષની મનીષા સાથે છ એક વર્ષ પહેલા તેનો શાળાકીય અભ્યાસ શરુ થયો. પરંતુ અજ્ઞાત કારણોસર એને અભ્યાસમાંથી રૂચિ ઓછી થવા લાગી.  ત્યાંનો માહોલ જોને એને  એવો ભય લાગ્યો કે અમુક દિવસો બાદ તેણે શાળાએ જવાનું છોડી દીધું પિતા વાલાભાઇ ભાટીએ ખુબ જ સમજાવી કે દીકરી, અભ્યાસ તો તારા ઉજજવળ ભવિષ્ય માટે છે! એને તિલાંજલી ન આપી શકાય. આમ છતાં મનીષાના મગજમાં તો જાણે ભયનું સામ્રાજય છવાઇ ચૂકયું હતું.

વાઉ બસના સ્વયંસેવકોએ દિવસો સુધી બાળકી અને તેના માતા-પિતાનું કાઉન્સેલીંગ  કર્યુ. એમને આધુનિક ભણતરની સુવિધાઓ અને લાભોથી અવગત કરાવ્યા. મનીષાનો ડર દુર કરવા માટે શરુઆતના મહિનાઓમાં કેટલીક હળવીફૂલ સહશૈક્ષણિક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી. સમય જતાં મનીષાને ફરી ભણવા માટે ધગશ પેદા થઇ આખરે ૮ વર્ષના તેના ભાઇ લક્ષ્મણની સાથે મનીષાને પણ શાળા નંબર ૧૭માં પ્રવેશ અપાવવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.