સમગ્ર પરિવારને પ્રેરણા મળ્યા બાદ આરતીની શિક્ષણ મેળવવાની મહેચ્છા ‘વાઉ’ બસનાં માધ્યમી પૂરી ઈ
આપણી આજુબાજુ કેટલાય એવા પરિવારો ધબકી રહ્યાં છે, જેમના નસીબમાં એક ટંકનું ભોજન માંડ લખ્યું છે. એમના બાળકો પણ મજૂરીકામ કરીને જેમ તેમ જીવી રહ્યાં છે. રૈયાધાર પાસે મોમાઈનગર ખાતે રહેતા બલદેવભાઈ કુંવરિયાના જીવનમાં પણ આવો જ હકારાત્મક બદલાવ લાવવા માટે ‘વાઉ’ પ્રોજેકટ નિમિત્ત બન્યો. મૂળે તો બલદેવભાઈ ભંગારની ફેરી કાઢે, કારણ કે ોડા સમય પૂર્વે એમને અકસ્માત નડ્યો હતો જેી તેઓ સતત બિમાર રહે છે. એમના પત્ની શાકભાજી વેચે ! ક્યારેક સારો દિવસ હોય તો ૪૦૦ રૂપિયા સુધી આ દંપતીની આવક ઈ જાય, નહીંતર દિવસ કોરો પણ જાય ! સંતાનમાં કુલ ચાર બાળકો. ૧૩ વર્ષની લાભા ઘરનું કામ સંભાળે અને બે ભાઈઓ ગુલાબ અને કૈલાશ પિતાની સો ફેરી કરે. સૌી નાની ૮ વર્ષની આરતીને ભણતર માટે ભારે લગાવ ! સંજોગોવસાત શાળાશિક્ષણ શક્ય નહોતું બની શક્યું.
બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સો જોડવા માટે કાર્યરત એવા વાઉ પ્રોજેક્ટ અંતર્ગત જ્ઞાનની સાોસા સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે. આરતીનો એમાં રસ પૂરેપૂરો, પરંતુ શાલા સુધી જવા તૈયાર ાય એટલી મક્કમ માનસિકતા નહોતી! બલદેવભાઈએ પોતાની પરેશાની ‘વાઉ’ના સભ્યો સમક્ષ રજૂ કરી. જેનું પરિણામ એ આવ્યું કે ોડા જ દિવસોની અંદર તેમને રાશનકાર્ડ, આધારકાર્ડ કાઢી આપવામાં આવ્યું. બીજી બાજુ, પોતાની ફૂલ સમી દીકરી આરતીને આનંદ સો શાળામાં પ્રવેશ અપાવવાની મંજૂરી પણ આપી.