શિક્ષણની રાહ ઉપર આગળ ધપેલા ચારેય બાળકો હવે રમત ગમત ક્ષેત્રે નવા આયામો સર કરવા કટિબઘ્ધ છે
વ્યસન એક એવી બૂરી લત છે. જેને છોડવા માટે મજબુત ઇચ્છાશકિત અને યોગ્ય પ્રેરણાની જરુર પડે છે. ફકત કિતાબી નુસખાઓ કે ભાષણોથી આ બદીનો ઉપચાર શકય નથી. એના માટે પોતાની જાત સાથે સઘન પગલા ઉઠાવવા જરુરી થઇ જાય છે. રાજકોટના માકેટીંગ યાર્ડ વિસ્તારમાં વસવાટ ધરાવતા અને શાકભાજીની લારી ચલાવીને ગુજરાત ચલાવી રહેલા જીતુભાઇ મકવાણાની કથની પણ આવી જ કંઇક છે. તેઓ પોતે વ્યસનની મુકત નહોતા થઇ શકતાં. જેને લીધે દરરોજનો વ્યર્થ ખર્ચ પણ ખાસ્સો એવો હતો. વળી સંતાનમાં ચાર બાળકો! એમને શાળામાં પ્રવેશ નહોતો મળી રહ્યો કારણ કે આધાર કાર્ડ જ નહોતું! વાઉ પ્રોજેકટ સાથે જોડાયા બાદ ટીમ દ્વારા પરિવારને આધાર કાર્ડ, ફુડ સિકયોરીટી સ્કિમના લાભો તેમ જ આવકના દાખલાની સુવિધા સહિત અનેક યોજનાના લાભ આપવામાં આવી રહ્યા છે. તેઓ હાલ વાઉ બસનો આભાર માનતા કહે છે કે અમારા જીવનમાં નવા રંગો ભરવા માટે જાણે ઇશ્વર પોતે ફરિશ્તો બનીને સાક્ષાત અમારા સુધી પહોચ્યો હોય એવું લાગ્યા રાખે છે. એમના બાળકોની અને પરિવારના ભોજનની સમસ્યા સરકારશ્રીની મઘ્યાન ભોજન યોજના અંતર્ગત પૂર્ણ થવાને લીધે ચારે ચાર બાળકો નિયમીત પણે શાળાએ અભ્યાસ કરવા માટે આવે છે.