સરાણિયા સમાજમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ બનીને દીકરી નીતુને શિક્ષણજગતથી કરાવ્યો પરિચય
સરાણિયા સમાજમાંથી આવતા મધુભાઇ ચૌહાણ જેમને ૮ વર્ષનો એક પુત્ર મુકેશ અને ૬ વર્ષની પુત્રી છે. ભાઇ પોતે શહેરમાં ફરીને શાકભાજી સુધારવાના ચપ્પુ તથા કાતરની ધાર તેજ કરવાનું કામ કરે છે. તેઓ જે સમાજમાંથી આવે છે એમાં દીકરીઓને શિક્ષણ નથી આપવામાં આવતું. આ કારણોસર નીતુ આજસુધી કયારેય શાળાના પગથિયાં ચડી જ નહોતી મોટો ભાઇ મુકેશ શાળાએ જાય. પરંતુ નીતુએ ધેર બેસીને નાના મોટા સઘળા કામો પુરા કરવાના મધુભાઇના પત્ની હયાત નથી અને પિતાજીએ અસ્થમાની ગંભીર બિમારી છે.
મધુભાઇના પરિવારના દરેક સદસ્ય પાસે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા ડોકયુમેન્ટના અભાવે તેઓ સરકારી લાભો નહોતા મેળવી શકતાં પરંતુ વાઉના સંપર્કમાં આવ્યા બાદ મધુભાઇને પ્રોત્સાહીત કરવામાં આવ્યા. જેથી તેઓ પોતાની દીકરીને શિક્ષણ લેવા જવાની મંજુરી આપો થોડીઘણી આનાકાની વચ્ચે તેઓ તૈયાર થાય કે તરત જ નીતુને બે મહિના માટે બસમાં ચાલતી પ્રવૃતિઓમાં સામેલ કરવામાં આવી અને હવે તેને શાળા નંબર ૧૭માં એડમીશન અપાવવામાં આવ્યું છે. જેથી તે પોતાનું ભણતર આગળ ધપાવી શકે અને પિતાનો હાથવાટકો બની શકે!
મધુભાઇના પિતાને અસ્થમાં હોવાથી રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે એમની સારવાર કરાવવા માટે જરુરી એવા તમામ ડોકયુમેન્ટ કઢાવી આપવામાં આવ્યા.