કેજરીવાલ આવે છે ના વ્યાપક પ્રચાર બાદ યોજાયેલા રોડ-શોમાં પોલીસથી પણ ઓછી ભીડથી ઉમેદવારને લાગી ગઇ ચિંતાની બિમારી

આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેજરીવાલના નામે મત માંગી રહી છે. રેવડી કલ્ચરના ધૂમ માહોલ વચ્ચે દિલ્હીની જેમ ગુજરાતમાં વિકાસની રેવડીઓના વાયદાઓ વચ્ચે કાલાવડ-ધ્રોલમાં કેજરીવાલના રોડ-શોમાં લોકોની પાંખી હાજરીથી ‘આપ’ના ઉમેદવાર ડો.જીજ્ઞેશ સોલંકી ખૂદ બિમાર પડી ગયા હોય તેવી પરિસ્થિતિ વચ્ચે રોડ-શોમાં લોકોની પાંખી હાજરીથી કાલાવડ વિસ્તારના માત્રને માત્ર 30 થી 40 કાર્યકરો સાથેના રોડ-શોથી આંતરિક નારાજગી સામે આવી છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીની જેમ જ ગુજરાતમાં વિકાસ માટે પાંચ વર્ષના શાસનની માંગણી સાથે લોકો વચ્ચે ફરી રહ્યા છે ત્યારે પાંચ વર્ષના આ વાયદામાં લોકોને કેટલો રસ પડે છે.

તેના પર મીટ મંડાયેલી છે. કેજરીવાલના નામે લોકોને ‘આપ’ તરફ આકર્ષવાના રાજકીય પ્રયાસોમાં ધ્રોલ-કાલાવડ 76-વિધાનસભામાં ‘આપ’નો પ્રભાવ ઉભો ન થયો હોય તેમ કેજરીવાલના રોડ-શોમાં સ્થાનિક સહિત માત્ર 30 થી 40 કાર્યકર્તાઓની હાજરી અને 400 લોકોના રોડ-શોએ ઉમેદવારમાં પણ ચિંતા ફેલાવી છે. ડો.જીજ્ઞેશ સોલંકીનું ગાડુ  કિનારે ન પહોંચે તેવી સ્થિતિએ ચિંતા જગાવી છે. અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં આપના સંગઠનના હોદ્ેદારો પણ ફરક્યા ન હતા અને વરરાજાને જાનૈયા વગર જ વરઘોડે ચડવું પડ્યુ હોય તેવો ઘાટ ઉભો થયો હતો. સુરક્ષા અને પોલીસ જવાન કરતા પણ ઓછા લોકોના રોડ-શોથી ઉમેદવાર તરફનું આંતરિક અસમર્થન બહાર આવ્યું હતું.

76-કાલાવડ-ધ્રોલ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડો.જીજ્ઞેશ સોલંકીનું નામ જાહેર થતાં જ સોશિયલ મીડીયા પર ભારે વિરોધનો વાયરો ઉભો થયો હતો અને ડેમેજ કંટ્રોલની કસરત થતા પણ કાર્યકરોની નારાજગી યથાવત રહી હતી અને તેની અસર રોડ-શોમાં દેખાઇ હતી.

મતદાનને હવે માત્ર ગણતરીના જ દિવસો દૂર હોય અને નારાજગીનો દોર હજુ વધવામાં જ હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારમાં કાચું કપાઇ ગયુ હોય તેવું કાર્યકર્તાઓમાંથી જાણવા મળી રહ્યું છે અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ આપ છોડી કોંગ્રેસમાં જતા આપના કાર્યકર્તાઓનો શુર બદલાઇ ગયાનું પણ સૂત્રોમાંથી જાણવા મળેલ છે અને હજું ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા પછી પણ આપમાંથી ઘણા ખરા સંગઠનના હોદ્ેદારો ભાજપ-કોંગ્રેસમાં જોડાશે તેવું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.