હજુ ૫૩ ટકાની તમાકુ છોડવાની તૈયારી
ભારતમાં ૨૦૧૦માં તમાકુનું સેવન કરતા ૮૧ લાખ લોકો હતા. આ તમાકુના સેવનમાં છેલ્લા સાત વર્ષમાં ૬ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું તાજેતરમાં ગ્લોબલ એડલ્ટ ટોબેકો સરવે (જીએટીએસ)નું તારણ જણાવે છે.
આ સર્વે પઘ્ધતિસર રીતે તમાકુના વયસ્ક વપરાશકર્તાઓ (સ્મોકીંગ કે નોનસ્મોકીંગ) પર ‘ટ્રેકીંગ કી’ (ટોબેકો ક્ધટ્રોલ ઈન્ડીકેટર)ના ઉપયોગ દ્વારા જાણી શકાયું છે. આ સર્વેમાં ૭૪,૦૩૭ પંદર વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા લોકો પર ઓગસ્ટ-૨૦૧૬થી ફેબ્રુઆરી ૨૦૧૭ દરમ્યાન કરવામાં આવ્યો હતો. આ અગાઉ ૨૦૧૦માં સર્વે કરવામાં આવ્યો હતો.
આ સર્વેનું તારણ સુચવે છે કે તમાકુના સેવનમાં ઘટાડો થયો છે. તમાકુ પ્રોડકટના પેકેટ પર ચિત્ર દ્વારા સાવચેતી બાદ તેના પર ઉંચો ટેકસ અને ત્યારબાદ આ બાબતે જાગૃતિ અભિયાનમાં વધારો કરવામાં આવ્યો છે. સર્વેક્ષણ ૨૦૧૦ બાદ પહેલાની સરખામણીમાં ૩૩ ટકા તમાકુના સેવન કરતાઓ ૧૫ થી ૨૪ વર્ષની વયના છે. જેમાંથી ૫૪ ટકા માઈનર છે.
સર્વેક્ષણ જણાવે છે કે ચિત્ર દ્વારા અપાતી ચેતવણી કાર્ય કરી રહી છે અને ૫૫ ટકા સ્મોકર્સ અને ૫૦ ટકા સ્મોકલેસ તમાકુના સેવનકર્તાઓ તમાકુ છોડવાની વિચારણા કરી રહ્યા છે. અભ્યાસ જણાવે છે કે ભારતીય વયસ્કોમાં તમાકુના વ્યસનીઓમાં સેવન ન કરનારાઓમાં સેવનકર્તાઓ કરતા ઘટાડો થઈ રહ્યો છે. પુરુષોમાં ખૈની, બીડી અને ગુટખા મહદઅંશે તમાકુના પ્રાથમિક વપરાશમાં જોવા મળે છે. જયારે સ્ત્રીઓમાં મહદઅંશે ધુમાડા વગરની બજર, તમાકુ અન્ય વસ્તુઓનો વપરાશ વધારે જોવા મળે છે.
આ તારણ જણાવે છે કે ૧૯ ટકા પુરુષો, ૨ ટકા સ્ત્રીઓ અને ૧૦.૭ ટકા યુવાનો હાલ તમાકુનું સેવન કરી રહ્યા છે. જયારે ૨૮.૬ ટકા પુરુષ, ૧૨.૮ ટકા સ્ત્રીઓ અને ૨૧.૪ ટકા યુવાનો ધુમાડારહિત વ્યસન કરે છે. જે સુચવે છે કે ૨૦૦૯-૧૦ અને ૨૦૧૬-૧૭માં ૧૭ થી ૧૮ વર્ષના લોકોમાં વ્યસન ઘટી રહ્યું છે. સરકારના તમાકુ નિયંત્રણ બોર્ડના ભાવના મુખોવાદયાય જણાવે છે કે દેશના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વ્યસનકર્તાઓમાં ઘટાડો નોંધાયો છે.