વિશ્વના ‘ચા’ના નકશા પર ‘ગોલ્ડન નીડલ્સ ટી’ છવાઈ
વિશ્વના ‘ચા’ના નકશા પર ભારતનું અરૂણાચલ પ્રદેશ છવાઈ ગયું છે. ડોન્યી પોલો ટી એસ્ટેટ દ્વારા ઉત્પાદન થતી ચા ની વિવિધ વેરાયટીઓમાંની ગોલ્ડન નીડલ્સ ટી કે જે રૂ.૪૦,૦૦૦એ ૧ કીલો વેચાઈ છે. અરૂણાચલ પ્રદેશના ધ ગુવાહાટી ટી ઓકશન સેન્ટરે ચાની હરરાજીમાં એક મહિનામાં બીજી વખત વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.ગત ૨૪ જુલાઈના રોજ આ સેન્ટર ખાતે ચાની હરરાજી થઈ હતી જેમાં આસામના દીબુગ્રહ જીલ્લાના મનોહરી ટી એસ્ટેટની ઓથોડીકસ ટી ૩૯,૦૦૧ રૂપીયાએ ૧ કિલો વેચાઈ હતી જેના ૧ મહિના બાદ ફરી આજ સેન્ટર ખાતે ગોલ્ડન નીડલ્સ ટી ૩૯,૦૦૦ રૂપીયામાં વેચાઈ છે. આમ, ગુવાહાટી ઓકશન સેન્ટરે પોતાનો જ રેકોર્ડ તોડયો છે.
આ હરરાજીમાં રેકોર્ડ બ્રેક વેચાણ થતી ગોલ્ડન નીડલ્સ ટી કે જેને આસામના એ ચા ના વેપારી લલીતકુમાર જલને ખરીદી છે. આ વેપારી લલીતકુમાર કે જે ગુવાહાટીમાં ચા ની સૌથી જુની દુકાન ધરાવે છે. તેમણે જણાવ્યું કે, હાલ, ચાની માંગ બજારમાં સારી છે અને અમે ખાસ પ્રકારની ચા નું જ વેચાણ કરીએ છીએ આ ગોલ્ડન નીડલ્સ ટીનું absoiute tda.in નામના પ્લેટફોર્મ પર ઓનલાઈન વેચાણ કરીશુ આ પ્રકારની ચા જે માપિર્વ અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર જ ઉત્પાદીત થાય છે જે સ્વાદમાં મીઠાશ તો આપે જ છે. પણ સાથે સાથે ઉચ્ચ ગુરવતાથી પણ ભરપૂર છે. આ ચા ના ઉત્પાદન માટે ઘણો પરિશ્રમ કરવો પડે છે. અને આજ પ્રકારની સીલ્વર નીડલ્સ વ્હાઈટ ટી પણ ઉપલબ્ધ છે. જેની ૧ કિલોની કિમંત ૧૭,૦૦૦ રૂપીયા છે.