માણસ માણસ વચ્ચેની મિત્રતા, પ્રેમ, સાર-સંભાળતો આપણે અવાર નવાર જોવા મળે છે. આવીજ ઉદાર ભાવના માનવી અને પ્રાણીઓ વચ્ચે જોવા મળે છે. પણ બંનેમાં ફર્ક એટલો છે કે, એકમાં સ્વાર્થ હોયને જયારે બીજામાં નિસ્વાર્થ પણું. હાલમાં સોશ્યિલ મીડિયા પર એવો જ એક હાથણની સાર-સંભાળનો વીડિયો વાયરલ થયો છે.
થાઈલેન્ડમાં મોસા નામની હાથણનો એક પગ નથી. તેનાથી હાથણને તકલીફ પડતી હતી. ત્યાંના ડોક્ટરોએ ટેક્નોલોજીની મદદ લઈ આનો ઉપાય કર્યો. મોસા હાથણને ટેક્નોલોજી દ્વારા એક કુત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. જેથી હાથણને ચાલવામાં ખુબ રાહત રહે છે.
સોશ્યિલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો. ડોક્ટરોનું આવું અદભુત કાર્ય લોકો ખુબ વખાણી રહ્યા છે. વીડિયોમાં તમે જોય શકો છો કે, હાથણ કુત્રિમ પગથી કેવી રીતે ફરીથી ચાલતી થઈ છે. આ વીડિયો માનવ અને પ્રાણી વચ્ચેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.