અબતક,રાજકોટ
રાજકોટના મોરબી રોડ પર તાજેતરના 17 વર્ષની તરુણીએ 20 વર્ષના યુવાને એકી સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો જે ઘટના નું રહસ્ય હજુ બહાર આવ્યું નથી ત્યાં ગઈકાલે મોદી રાત્રીના રૈયાધાર વિસ્તારમાં 17 વર્ષની તરુણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા ની સવારે તેની બહેનપણીને જાણ થતા તેના આઘાતમાં બહેનપણીએ પણ ગળેફાંસો ખાઈ મોત વહાલું કરી લેતા સનસનાટી મચી જવા પામી છે .
આ ઘટના અંગેની પોલીસ માંથી જાણવા મળતી વિગતો મુજબ રૈયાધાર રાધે સ્યામ ગૌશાળા પાસે રહેતી પૂજા જીવણભાઈ બાવાજી ઉવ 17ની તરુણીએ કોઈ અકાળ કારણોસર મોદી રાત્રીના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
આ ઘટનાની સવારે ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં રહેતી તરૂણીની બહેનપણી જીવીબેન રવિભાઈ ધ્રાંગિયા ઉવ 20એ સખીના આપઘાતની જાણ થતા તેના વિરહ અને આઘાતમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
રૈયાધાર પર વારા ફરીથી બે પાક્કી બહેનપણીઓએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં સનસની મચી જવા પામી છે