લોકો વધુને વધુ ડીજીટલાઇઝેશનનો ઉપયોગ કરે તે માટે સરકાર પ્રોત્સાહનો આપી રહી છે. આર.ટી.જી.એસ અને એન.ઈ.એફ.ટી સહિતની સુવિધાઓ હવે સતત મળે છે. આ ઉપરાંત યુપીઆઈ અને વોલેટ જેવી ડિજિટલ સુવિધાઓનો લાભ પણ લોકો લઈ રહ્યા છે. નાણા વ્યવહારો ડિજિટલ થાય તે માટે અનેક પદ્ધતિ ઉપલબ્ધ છે. જોકે, ડીજીટલાઇઝેશનના કેટલાક જરા હટકે ઉપયોગ પણ વર્તમાન સમયે સામે આવ્યા છે.
તાજેતરમાં મદુરાઈના એક કપલે આવો જ અજીબ નિર્ણય લીધો હતો એક રીતે નવી પહેલ કરી હતી દીકરીની લગ્નની કંકોત્રીમાં ગૂગલ પે અને ફોન પેનો QR કોડ છપાવ્યા હતા. લગ્નમાં આવેલા મહેમાનો કોઈ પણ તકલીફ વગર ગૂગલ કે ફોન પેની મદદથી દુલ્હા-દુલ્હનને ચાંદલો આપી શકે છે. 30 મહેમાનોએ QR કોડનો ઉપયોગ કર્યો હતો. દુલ્હનની માતા જયંતીએ કહ્યું કે, અમારા પરિવારમાં આવું પહેલીવાર થયું છે. ઘણા મહેમાનો કોરોનાને લીધે લગ્નમાં આવી ના શક્યા પણ આ અનોખા આઈડિયાને લીધે તેમણે ગૂગલ કે ફોન પે પર વેડિંગ ગિફ્ટ ચોક્કસ મોકલી હતી.