ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આજરોજ વડોદરા ખાતે વડોદરા મહાનગરપાલિકાને  ડ્રેનેજ ચેમ્બરની સફાઇ કામગીરી ટેકનોલોજીના ઇનોવેશન થકી વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત રીતે થાય તેવા આશયથી  અદ્યતન ટેકનોલોજીની સજજ સૌર ઊર્જા સંચાલિત રોબોટિક કલીનીંગ મશીન તથા તેના વહન માટે ઇલેકટ્રિક ગાડી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

આજરોજ તા.11 જુન, ર0ર1 ના રોજ આ રોબોટિક કલીનીંગ મશીન જીયુવીએનએલના મેનેજીંગ ડાયરેકટર શાહમીના હુસેન, આઇ.એ.એસ.ના હસ્તે વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશનના એડી.સિટિ એન્જીન્યર શ્રી શૈલેષ નાયકને સુપ્રત કરવામાં આવેલ. આ પ્રસંગે બંને મહાનુભાવો ઉપરાંત ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના પ્રતિનિધિ, જીયુવીએનએલ કંપની સેક્રેટરી પાર્થિવ ભટ્ટ તેમજ આ રોબોટિક મશીન બનાવનાર કલબ ફર્સ્ટ રોબોટિકસના મેનેજીંગ ડાયરેકટર ભુવનેશ મિશ્રા ઉપસ્થિત રહયાં હતા.

IMG 20210612 WA0007

આ મશીન થકી ‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ કાર્યરત સેનિટેશનની કામગીરીને વધુ  વેગ મળશે તેમજ ડ્રેનેજ અને ગટર ચેમ્બરની સફાઇ કામગીરી જૂની પ્રણાલિકાને બદલે આધુનિક મશીન વડે ખૂબ આસાનીથી ઝડપી અને ચોકસાઇ સાથે વધુ સુરક્ષિત બની રહેશે. આ રોબોટિક કલીનીંગ મશીન જયપુર સ્થિત કલબ  ફર્સ્ટ રોબોટિકસ પ્રા.લી. દ્વારા ‘મેઇક ઇન ઇન્ડીયા’ અંતર્ગત બનાવવામાં આવેલ છે. જેનું નામ ઝેના 6.0 આપવામાં આવેલ છે.

આ મશીન સૌર ઊર્જા સંચાલિત બેટરી તેમજ  કેમેરાથી  સજજ  કરેલ  છે, જેથી  તે દરેક વાતાવરણમાં કામ કરવા સક્ષમ, વોટરપ્રુફ, એક વખત ચાર્જ કર્યા બાદ  સાત દિવસ સુધી કામ લઇ શકાય, 1પ મીટર ઊંડે  ડ્રેનેજ ચેમ્બરમાં જઇ 100 કિલો સુધીનો કચરો ભેગો કરી તેને ચેમ્બરમાં એકઠો કરી સફાઇ કરી શકે છે. આ ઉપરાંત આ મશીનમાં 1ર અલગ-અલગ પ્રકારના હાનિકારક ગેસને ઓળખી શકવાના સેન્સર લગાવવામાં આવેલ છે, જેથી ડ્રેનેજ ચેમ્બરના કામ દરમ્યાન સફાઇ કામગીરી વધુ સુરક્ષિત રીતે થશે. સદર મશીનમાં લગાવવામાં આવેલ અલ્ટ્રા એચ.ડી. કેમેરાથી રાત્રે પણ સફાઇ કામગીરી હાથ ધરી શકાશે ઉપરાંત  જી.પી.એસ. અને જી.એસ.એમ. ટેકનોલોજીથી હોવાથી આ મશીનને  કોઇપણ જગ્યાએથી ટ્રેક પણ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.