- છેલ્લા અઢી વર્ષથી બસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધૂળ ખાય છે: કલેકટર તંત્ર પણ બસનું યોગ્ય સંચાલન કરવામાં નિષ્ફળ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ જિલ્લા કલેક્ટર હસ્તક રહેલા બે મોટા પ્રોજેક્ટ ૂજ્ઞૂ બસ અને પ્રેમનો પટારો પ્રોજેક્ટ પોતાના હસ્તક લઇ સમાજ ઉપયોગી કામગીરી કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ છેલ્લા અઢી વર્ષથી સ્લમ વિસ્તારના બાળકોને ભણાવવા માટેની ૂજ્ઞૂ બસ યુનિવર્સિટી કેમ્પસમાં ધૂળ ખાય છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા પ્રેમનો પટારો અને વાવ પ્રોજેક્ટ માટે અધધ 53.35 લાખનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું જો કે છેલ્લા અઢી વર્ષથી આ બસનો કોઈ ઉપયોગ થયો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કલેક્ટર કચેરી વચ્ચેના સંકલનના અભાવે આ પ્રોજેક્ટ હાલ અધ્ધરતાલ છે જેના કારણે સ્લમ વિસ્તારના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું છે.
જયારે બીજી બાજુ ‘પ્રેમનો પટારો’ પ્રોજેક્ટમાં પણ જરૂરિયાતમંદ લોકોને મદદ માટે જ્યાં વસ્તુઓ મુકવાની છે ત્યાં પણ મોટાભાગે તાળાં મારેલા નજરે પડે છે. યુનિવર્સિટી કેમ્પસમાં ગરીબ લોકોને મદદ મળી રહે તે હેતુથી પ્રેમનો પટારો નામની એક જગ્યા રાખવામાં આવી છે જ્યાં લોકો પોતાને જરૂર ન હોય તેવી કપડાં, બૂટ-ચપ્પલ, પુસ્તકો, રમકડાં સહિતની ચીજવસ્તુઓ મૂકી જતા હોય છે જે જરૂરિયાતમંદ લોકો લઇ જતા હોય છે.
જ્યારે વાવ એટલે કે વિઝ્ડમ ઓન વ્હિલ્સ કે જે સ્લમ વિસ્તારોમાં ફરે અને તેના દ્વારા ત્યાંનાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. રાજકોટના તત્કાલીન કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હાથ પર લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ પ્રોજેક્ટ હેઠળ યુનિવર્સિટી આસપાસના સ્લમ વિસ્તારના બાળકોને ભણાવવા માટે આ બસનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ કોરોનાકાળમાં ૂજ્ઞૂ બસ પડતર રહી ત્યારબાદ આજ સુધી આ પ્રોજેક્ટ હેઠળ ગરીબ બાળકોને ભણાવવા માટે કામગીરી થઇ નથી.
કલેકટર કચેરીમાં ત્રણ વાર પત્ર લખ્યો પણ જવાબ આવતો નથી: કુલપતિ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.નીલાંબરીબેન દવેએ જણાવ્યુ હતું કે, કલેકટર તંત્રને અત્યારસુધીમાં ત્રણ વાર પત્ર લખી જાણ કરવામાં આવી છે પણ કલેક્ટર ઓફિસમાંથી કોઈ જવાબ નથી આવતો ૂજ્ઞૂ બસ પ્રોજેક્ટ મામલે અમે કલેક્ટર ઓફિસમાં કાગળ લખીને જણાવ્યું છે એ આ પ્રોજેક્ટ ચાલુ રાખવા મંજૂરી આપવામાં આવે અથવા બંધ કરવાનો હોય તો બસ અમે જમા કરાવી દઈએ, પરંતુ કલેક્ટર કચેરીમાંથી અમને હજુ સુધી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી એટલા માટે આ પ્રોજેક્ટ હાલ ઘણા સમયથી બંધ છે.