સર્જરી દરમિયાન દર્દીની નર્વસ સિસ્ટમ મગજમાં સંદેશ પહોંચાડતી નથી માટે પીડા અનુભવાતી નથી

ઓપરેશન, ઈન્જેકશન કે હોસ્પિટલનું નામ પડતા જ બાળકો ડરતા હોય છે ત્યારે ૧૦ વર્ષની ભરતનાટયમ્ ડાન્સરે નિર્ભય બનીને ડોકટરોને સહકાર આપી બ્રેઈન ટયુમરથી પોતાની ફેવરીટ ગેમ કેન્ડી ક્રેશ રમતા રમતા લડત આપી છે. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી નંદનીને પગમાં ખાલી ચડી જવી, સભાનતાનો અભાવ જેવા લક્ષણો હતા. જેની વધુ તપાસથી જાણવામાં આવ્યું કે તેને બ્રેઈન ટયુમર છે. જે મગજના એવા હિસ્સામાં છે. જે તેના ડાબી બાજુના શરીરનું સંતુલન કરે છે.

તેમા ડાબી બાજુના હાથ, મોઢું, પગ, આંખને તકલીફ પડતી હતી. ત્યારે તેને ચેન્નઈ સ્થિત સીમ્સ હોસ્પિટલમાં બુધવારના રોજ દાખલ કરવામાં આવી હતી. ડોકટરોના કહેવા મુજબ નંદનીને સભાન અવસ્થામાં સર્જરી કરવી મહત્વની હતું. શ‚આતમાં તેમના માતા-પિતા રાજી ન હતા. પરંતુ નંદનીના કાકા જે ડોકટર છે તેમણે તેના માતા-પિતાને સમજાવ્યા હતા. સીમ્સ હોસ્પિટલના ન્યુરોસર્જન ડો.‚પેશ કુમારે જણાવ્યું હતું કે સર્જરી આ રીતે નહીં કરવામાં આવે તો ટયુમર તેના ડાબી બાજુના શરીરને પેરેલાઈઝડ કરી દેશે.

બાળકી તેના કાકાના મોબાઈલમાં પોતાની ફેવરેટ ગેમ કેન્ડી ક્રેશ રમતી હતી અને ડોકટરોએ શાંતીથી સર્જરીને સકારાત્મક અંજામ આપ્યો, બ્રેઈન ટયુમરમાં ફકત ૨% લોકોનું સભાન અવસ્થામાં સર્જરી કરવામાં આવે છે અને તેમાં પણ બાળકોમાં આ કેસ રેર છે. ડોકટરનું માનવું છે કે સર્જરી દરમ્યાન પેશન્ટને પીડા થતી નથી. કારણકે તેના ન્યુરોન્સ મગજ સુધી સંકેતો પહોંચાડતા નથી. નંદની ૨ દિવસ હોસ્પિટલ રહ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. નંદનીએ ડોકટરને હસતા સ્મિત સાથે કહ્યું કે તે જલ્દી જ ભરત નાટયમ્ શરૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.