ભવ્ય બિલ્ડીંગના ભુમિપૂજનની વિધી વેળાએ જ ગોરબાપા ઘેર પ્રસંગ હોવાથી સમયની ઘટ સર્જાતા યજમાને ગોરબાપાને તેડવા-મુકવા માટે હેલીકોપ્ટરની વ્યવસ્થા કરી
પ્રભાસ પાટણના એક ગોરબાપાને વીધી માટે તેડવા વાપીના યજમાને ચાર્ટડ હેલીકોપ્ટર મોકલ્યું હોવાની અનોખી ઘટના પ્રકાશમાં આવી છે યજમાન બિલ્ડરનો વ્યવસાય ધરાવતા હોવાથી એક ભવ્ય બિલ્ડીંગના ભૂમિ પૂજનની વિધી કરવાની હતી પરંતુ આ સમયે ગોરબાપાનાં ઘેર પ્રસંગ હોવાથી સમયની ઘટ સર્જાય હતી જેથી યજમાને ગોરબાપાને તેડવા-મેલવા માટે ખાસ હેલીકોપ્ટરની વ્યવસ્થા કરી આપી હતી.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવની ભૂમિ કર્મકાંડી-વિદ્ધવાન બ્રાહ્મણોની તપ-પુજા ભૂમિ છે સોમનાથના રામવાડી પાસે રહેતા નાનુભાઈ બી.પ્રચ્છક કે જેઓ સુપ્રસિદ્ધ છે તેને આજથી ૧૨ વરસ પહેલાં ગીર-સોમનાથના ઊના ગામે રહેતા પિયુસભાઈ અરવિંદભાઈ મહેતાને આગાહી કરી જણાવ્યું હતું કે તું બહાર નીકળીશ તો ભાગ્ય ખુલશે તારા માટે વાપીની ભુમિ ફળશે જે સત્ય ઠરી તેઓ આજે સુખી સંપન્ન બિલ્ડર વ્યવસાયમાં સ્થિર તેઓ નાનું બાપાને પોતે જે બિલ્ડીંગો બનાવે છે તેનું ભૂમિ પૂજન કરવા શ્રદ્ધાપૂર્વક નિમંત્રણ મોકલે છે પરંતુ આ વખતે ભુમીપૂજન તા.૨૬ના હતું.અને તા.૨૭મી થી પ્રભાસ-પાટણમાં તેને ઘેર ત્રણ દિવસનો પસંગ હતો યજમાને તેનો જ આગ્રહ રાખ્યો અને તે માટે ખાસ ચાર્ટડ હેલીકોપ્ટર દિવ મોકલ્યું અને સોમનાથથી દિવ સુધીની કાર વ્યવસ્થા પણ કરી આપી અને તે હેલીકોપ્ટરમાં બેસી નાનુબાપા અને તેના પરિવારના કલાપી જે.પ્રચ્છક બંન્ને દમણ પહોંચ્યાં અને દમણથી ખાસ કાર મારફત વાપી પહોંચી તેના સુચિત બાંધકામની જમીન ઉપર બે કલાક ગણપતિ સ્થાપન વરાહ સ્થાપન કરી તેઓ પરત ફર્યા અને તા.૨૭ નાનુબાપા તેના પરિવારના શુભ પ્રસંગમાં સામેલ થયા.
આમ પ્રભાસની બ્રહ્મવિદ્યાનું સન્માન-શ્રદ્ધા અને તેણે સુચવેલા માર્ગન્ત સચોટતાનો અનુભવ મળતાં પવન પાવડીમાં નિમંત્રી આર્શીવાદ લીધા હતા.