7મી અજાયબી ઉપર 8મી અજાયબી એવી ‘ટેકનોલોજી’નો કમાલ !!!

તાજમહેલ પુરાતત્ત્વ વિભાગમાં આવે છે અને બ્રિટિશ કાળ દરમિયાન પણ કોઈ વેરો વસૂલવામાં આવતો નહતો

દુનિયાની સાત અજાયબીઓ માની એક અજાયબી એટલે કે આગ્રાનો તાજમહેલ. જોવા લોકો દેશ-વિદેશથી આવી રહ્યા છે અને એક અલગ જ સંસ્કૃતિનું દર્શન પણ કરે છે. પરંતુ કમાલની વાત તો એ છે કે સાત અજાયબી ઉપર આઠમી અજાયબી એવી ટેકનોલોજીએ કમાલ કરી દીધો છે.

વાત એવી છે કે તાજમહેલને ભૌગોલિક સંચાર તકનીક એટલે કે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા વેરા નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂરા તત્વ વિભાગ ને 1.9 કરોડ રૂપિયા પાણી વેરો અને એક પોઇન્ટ પાંચ લાખ રૂપિયા મિલકત વેરો ભરવા માટેની નોટિસ આપી છે અને આજે બિલો આપવામાં આવ્યા છે તે નાણાકીય વર્ષ 2021-22 અને વર્ષ 2022-233ના છે. ની ખૂબી તો એ છે કે અહીં પુરાતત્વ વિભાગને આગામી 15 દિવસમાં જ બાકી રહેતા નાણાં ભરવા માટે જણાવ્યું છે અને તાકીદ પણ કરી છે.

પુરાતત્વ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ અધિકારી રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, પણ પુરાતત્વ વિભાગની સાઈટ હોય તેના ઉપર કોઈપણ પ્રકારની પ્રોપર્ટી ટેક્સ લાગુ પડતું નથી અને પાણી વેરો પણ ભરવામાં આવતો નથી કારણ કે કોઈ પણ પ્રકારનો કોમર્શિયલ ઉપયોગ આ પુરાતત્વ વિભાગની સાઈટ દ્વારા થયો નથી અને કરવામાં આવતો પણ નથી. તાજમહેલમાં જે પાણીનો ઉપયોગ થાય છે તે સાઇટમાં રહેલી ગ્રીનરી માટે ઉપયોગમાં લેવાય છે ત્યારે તાજમહલ ને આટલા વર્ષોમાં પ્રથમ વખત આ નોટિસ ફટકારવામાં આવી છે જે કદાચ ભૂલથી પણ આપવામાં આવી હોય તો નવાઈ નહીં. આગરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે તાજમહેલ ને ફટકારવામાં આવેલી નોટિસ અંગે કોઈ માહિતી મળી નથી અને જે નોટિસ ફટકારવામાં આવી છે તે જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે ભૌગોલિક સંચાર ટેકનીક દ્વારા આપવામાં આવેલી છે.

બીજી તરફ જે તાજમહેલને વેરો નોટીસ આપવામાં આવેલી છે તે અંગેની હજી તપાસ શરૂ કરવામાં આવશે એટલું જ નહીં તાજમહેલને 1920માં પુરાતત્વ વિભાગ દ્વારા મોન્યુમેન્ટ ઘોષિત કરવામાં આવ્યું હતું અને બ્રિટિશ કાળ દરમિયાન પણ એક પણ પ્રકારનો વેરો તાજમહેલ ઉપર લાદવામાં આવ્યો નથી. ત્યારે સાતમી અજાયબી ઉપર આઠમી અજાયબી એવી ટેકનોલોજી દ્વારા કમાલ થયો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.