થોડા સમય પહેલા કીર્તિદાન ગઢવીનું એક ગીત રસીયો રૂપાળો રંગ રેલીયો ઘરે જવું ગમતું નથી તે ગીત વાયરલ થયું હતું જેમાં ડાયરામાં કિર્તીદાન ગઢવીએ કમાનો હાથ જીલ્યો હતો ત્યારે આ ગીત ફરી વાઇરલ થયું છે પણ કંઈક નવા અંદાજમાં જેને સાંભળીને તમે પણ હસી પડશો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના પાટણ જિલ્લાની છે જ્યાં યુજીવીસીએલ ના કર્મચારી કંઈક અલગ અંદાજમાં રસીયો રૂપાળો રંગ રેલીઓ ગીત ગાયને સંભળાવે છે તેમની આ અનોખી અદાએ લોકોનું મન મોહી લીધું છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. વીજકર્મીના આ નુશખાને લોકો પણ વખાણી રહ્યા છે.
https://fb.watch/jhj-3zxhmY/
વીજ કર્મીઓ લાઈટ બિલ ઉઘરાવવા માટે અનેક કિમિયાઓ આવો અપનાવતા હોય છે ત્યારે પાટણમાં વીજ કર્મીઓ ગીત ગાયને લોકોને લાઈટ બિલ ભરવા માટે અપીલ કરે છે. ગીતના શબ્દો છે રસીયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી….. અને આ મુજબ લોકોને લાઇટ બિલ ભરવા માટે જાગૃત કરે છે.
કોણ છે આ કલાકાર વીજકર્મી ??
આ કલાકાર વીજકર્મી પાટણ જિલ્લાના વતની છે જેમણે સંગીત ક્ષેત્ર પણ આગવી ઓળખ ઊભી કરી છે અને હાલ તેઓ યુજીવીસીએલ પાટણમાં લાઈનમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેમણે વીજ કનેક્શનનો વિધુત બોર્ડ કાપે તે પૂર્વે લોકોને આવું શું મધુર કંઠે ગીત ગાયને બિલ ભરવા માટે અપીલ કરી હતી.