સમોસાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને જ્યારે ભારતીયો વિદેશ જાય ત્યારે આ દેશી વાનગીને મિસ કરતાં હોય છે.
જો કે લંડનમાં બનેલા સમોસા હાલમાં ચર્ચામાં છે. ત્યાંની ટીવી ચૅનલો, અખબારોમાં આ ખાસ સમોસાની ચર્ચા થઈ રહી છે.મંગળવારે ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં દુનિયાનો સૌથી મોટો સમોસાને લોકોએ જોયો જેનું વજન 153.1 કિલો છે.
આ વિશાળકાય સમોસાને પૂર્વીય લંડનની એક મસ્જિદમાં તૈયાર કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકએ ભલાઈનું કામ કરનારા સંગઠને આ બનાવ્યો હતો. સમોસા બનાવતી વખતે મસ્જિદમાં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રૅકોર્ડના કર્મચારી પણ હાજર હતા.
આ પહેલાં ઇંગ્લેન્ડમાં જ વર્ષ 2012માં બ્રૅડફોર્ડ કૉલેજ દ્વારા 110.8 કિલોનો સમોસા બનાવવામાં આવ્યો હતો.