આજકાલ યૌનસંક્રમણથી બચવા રોજ અનેકો જાહેરાત આવે છે ત્યારે સરકાર પણ એ બાબતે જાગૃતતા લાવવા અનેક કાર્યક્રમનું આયોજન કરે છે. યૌન સંક્રમણથી થાતી વિવિધ બિમારીથી બચવા શારિરીક સંબંધો બાંધવા સમયે કોન્ડોમનો અથવા અન્ય પ્રોટેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે બજારમાં વિવિધ પ્રકારનાં કોન્ડોમ ઉપલબ્ધ છે. ત્યારે અત્યારનાં આધુનિક યુગમાં જેમ સ્માર્ટ ફોનની બોલબાલા છે તેમ એક નવા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ સ્માર્ટ કોન્ડોમ પણ શોધી કાઢ્યા છે.

જે પ્રેગ્નેન્સીને તો કંટ્રોલ નથી કરી શકતા પરંતુ તેમાં અન્ય ખુબીઓ છુપાયેલી જરુર છે. ખરેખરતો આ સ્માર્ટ કોન્ડોમ ઉપયોગ કર્તાની સેક્સ લાઇફને વધુ સારી બનાવવા માટે ઇન્ટીમેટ ડેટા ભેગો કરે છે. આ સ્માર્ટ કોન્ડોમનું નામ i.con છે એ તમારા શારિરિક સંબંધ બનાવતા સમયે તમારા પર્ફોમન્સને તમારા મોબાઇલમાં દર્શાવે છે. તમે આ સાધનથી એ જાણી શકો છો કે સંબંધ બનાવતા સમયે તેને કેટલી કેલેરી બાળી છે.

આ સ્માર્ટ કોન્ડોમ એપ દ્વારા મોબાઇલ સાથે જોડાયેલું હોય છે અને તમામ માહિતી આપે છે. જેમાં સંબંધ વખતે તમારી સ્પીડ કેટલી હતી, તમે કેટલી વાર સુધી ઇન્ટરકોર્સ કર્યુ અને કઇ પોઝીશનમાં કર્યુ તમામ બાબતોનો સમાવેશ થાય છે અને એક રીંગ જેવું માધ્યમ છે જે એપથી મોબાઇલ સાથે કનેક્ટ થાય છે. આ સાધન તમારા યોનીપ્રવેશ એટલે કે ઇન્ટરકોર્સ દરમિયાનનનો સાચો ડેટા આપે છે. આ સ્માર્ટ કોન્ડોમ શોધનારી કંપનીએ દાવો કર્યો છે કે આ ડિવાઇસના ઉ૫યોગથી તમને તમારા પર્ફોમન્સ વિશે જાણકારી પ્રાપ્ત થશે તેમજ ક્યારે અને ક્યાં તમારુ પર્ફોમન્સ સારુ રહ્યું તદ્ઉપરાંત ક્યાં તમારુ પર્ફોમન્સ નબળું રહ્યું તે પણ જાણી શકાય છે.

બ્રિટિશની એક કં૫નીએ આ સ્માર્ટ કોન્ડોમની શોધ કરી છે. જેનું વેચાણ ૨૦૧૮થી કરવામાં આવશે. કં૫નીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૯ લાખ લોકોએ આ ઉપકરણમાં રસ દાખવ્યો છે. અને આ ઉપકરણની કિંમત ૫૯.૯૯ પૂરો એટલે કે રૂ.૪૫૮૧ની કિંમતનું હશે. તો હવે થઇ જાવ તૈયાર આ નવા સ્માર્ટ કોન્ડોમનો ઉપયોગ કરવા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.