આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી કરી વાતચીત.
પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજય સરકારની સ્લમ રીહેબિલેશન પોલીસી અન્વયે રૈયાધાર વિસ્તારમાં આવેલ રાજકોટ મહાનગરપાલીકાના ૨૦ હજાર ૫૦ ચોરસ મીટર જમીનમાં પીપીપી ધોરણે ૨૪૦ આવાસોનું લોકાર્પણ કરી લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સામુહિક ઈ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. વડાપ્રધાન દ્વારા રાજકોટના ચૌધરી હાઈસ્કુલના મુખ્ય ડોમ ખાતેથી રૈયાધાર વિસ્તારના કેટલાક આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સંવાદ કરાયો હતો.
આવાસ યોજનાના લાભાર્થીઓએ શાસ્ત્રોકત વિધી દ્વારા ગૃહ પૂજન, વાસ્તુ યજ્ઞ, કળશ પૂજા મગનો સાથીયો કરીને ગૃહ પ્રવેશ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આવાસના લાભાર્થી એવા પાંચ બહેનોને નવા આવાસ માટે શુભેચ્છા પાઠવી હતી. અને બહેનોને નવરાત્રીમાં મોટા ગરબા કરવા માટે કહ્યું હતુ અને કહ્યું હતુ કે તેમાં કોઈ આવે કે ના આવે પરંતુ મુખ્યમંત્રી ચોકકસ મુલાકાત લેશે. તેમજ તેઓના આવાસમાં કોઈ વ્યસન કે દુષણ ના આવે તે બાબતની તકેદારી રાખવા જણાવ્યુ હતુ પ્રધાન મંત્રી બહેનોને ગરબો ગાવાનું કહ્યું અને બહેનોએ ગરબો ગાયો હતો કે….
માનો ગરબો રે, રમે રાજને દરબાર, રમતો ભમતો રે, આવ્યો મીદીજીને દ્વાર…
સોનલબેન બેડવાને વડાપ્રધાનએ પૂછયું હતુ કે જયારે ઝૂંપડુ ખાલી કરવાનું કહ્યું ત્યારે તમને સૌ વાંધો હશે ને? સરકાર રઝળતી કરી દેશે એવું લાગતું હતુ ને ? હવે તમને ખાત્રી થઈને કે આ સરકાર કામ કરતી સરકાર છે ને?
ભારતીબેન બથવાર પ્રધાનમંત્રીને કહ્યું હતુ કે ઝૂપડામાં રહેતા હતા ત્યારે વરસાદનું પાણી ઝુપડામાં પડતુ હતુ. પરંતુ હવે તમારે નવા મકાનમાં કોઈ સમસ્યા નથી. ભારતીબેનને પ્રધાનમંત્રીએ પૂછયું હતુ કેઅમારી સરકારે બહેનોના નામે કર્યા તો પુરૂષોને ઈર્ષા થતી હશેને? હવે તમારાથી પતિઓ ડરશે. ગીતાબેન જાદવે પ્રધાનમંત્રીને કહ્યું હતુ કે અમને ઝૂંપડપટ્ટીના કાચા મકાનમાંથી પાકુ મકાન આપવા માટે આભાર, પ્રધાન મંત્રીએ ગીતાબહેનને કહ્યું કે હવે નવા મકાનમાં મહેમાનોની લાઈન લાગશે.લાડવા બનાવીને ખાઓ.ખુશીથી રહો.
ભારતીબેન બેડવાએ પ્રધાનમંત્રીને કહ્યું હતુ કે પહેલા અમારા ઝૂપડાના કાચા રસ્તા ઉપર ૧૦૮ એમ્બ્યુલન્સ આવી શકતી નહતી પરંતુ હવે આ સમસ્યા નથી રહી પ્રધાનમંત્રીએ પૂછયું હતુ કે તમને કલ્પના હતી કે ઝૂપડાના બદલે તમને પાકુ સુવિધાવાળુ મકાન મળશે? ઘરમાં ટોઈલેટ, ગેસ,વીજળી એલઈડી બલ્બ બધુ છે ને? નવા આવાસના વધુ પૈસા મળે તો નવુ મકાન વેચીને ઝૂપડામાં ફર જતા નહી રહોને?
ચંપાબેન મારૂએ ઝૂપડામાં શૌચાલય ન હોવાથી મહિલાનેડતી મુશ્કેલી વિશે કહ્યું હતુ અને હવે નવા મકાનોમાં શૌચાલયો હોઈ આ સમસ્યાનો અંત આવ્યાનું પ્રધાનમંત્રીને કહ્યું હતુ. પ્રધાનમંત્રીને કહ્યું હતુ કે મહિલાઓ પોતાનું સંગઠન બનાવી કોઈ વ્યસન ઘરમાં ન પ્રવેશે અને દીકરીઓને ખૂબ ભણાવવાનું તેમજ તમે વેઠેલી વેદના તમારા બાળકોને ન વેઠવી પડે તેવા પ્રયત્નો અમારી સરકાર કરી રહી છે. તેમ વડાપ્રધાનએ જણાવ્યુંં હતુ.