તમે હોસ્પિટલમાં જોયું હશે કે ઓપીડી દરમિયાન ડોક્ટરો સફેદ કોટ પહેરે છે. પરંતુ ડોક્ટરો ઓપરેશન દરમિયાન પહેરે છે લીલા રંગના કપડા, શું તમે જાણો છો આ પાછળનું કારણ?
લીલા રંગ પાછળનું વિજ્ઞાન શું છે
હવે સવાલ એ છે કે લીલા કપડા વાપરવાથી શું ફાયદો થાય છે અને તેની પાછળ વિજ્ઞાન શું કહે છે? તમને જણાવી દઈએ કે વાદળી કપડામાં સર્જરી કરવા પાછળ એક વિજ્ઞાન છે. કારણ કે જો તમે રોશનીવાળી જગ્યાએથી ઘરમાં પ્રવેશો છો તો તમારી આંખો સામે ક્ષણભર માટે અંધકાર છવાઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમે ઘરની અંદર લીલા અથવા વાદળી રંગના સંપર્કમાં આવો છો, તો આવું થતું નથી. ઓપરેશન થિયેટરમાં ડોકટરો સાથે પણ આવું જ થાય છે. ત્યાં તે લીલા અને વાદળી કપડાંમાં વસ્તુઓને વધુ સારી રીતે જુએ છે. જો કે, ઘણા ડોકટરો આ સાથે સહમત નથી.
આ રંગોમાં શાંતિ છે
લીલા અને વાદળી રંગોનો ઉપયોગ કરવા પાછળ બીજું કારણ છે. તમને જણાવી દઈએ કે વાદળી અને લીલો રંગ આંખોને રાહત આપે છે. આ સિવાય તેનાથી તણાવ ઓછો થાય છે. કારણ કે જ્યારે ડૉક્ટર દર્દીનું ઓપરેશન કરે છે ત્યારે તે અને તેના સાથીદારો ભારે તણાવમાં રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે વાદળી અને લીલા કપડા પહેરેલા લોકો તેમની આસપાસ હાજર હોય છે, ત્યારે તેમનો મૂડ સ્થિર રહે છે.