લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની ધર્મસભામાં પધારતા ભારતનાં ચારેય મઠનાં સચીવ અને ગુરૂ સેવા એવોર્ડથી નવાજીત પૂ.વી.આર. ગૌરીશંકરજી
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનાં ધર્મસભામાં પધારેલા ભારતનાં ચારેય મઠના સચીવ અને ગુ સેવા એવોર્ડથી નવાજીત પૂ.મહંત વી.આર.ગૌરીશંકરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જે સમયે સંસ્થાના મહામંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી) દ્વારા કરાયું હતું.
પ.પૂ.વી.આર.ગૌરીશંકર મહંતએ ધર્મસભામાં સંબોધન કરતા કહ્યું હતું કે, ભગવાનની કૃપા અને મનુષ્યની મહેનતથી જ સફળતા પ્રાપ્ત થાય છે. જયારે ભગવતી દેવીની આરાધના કરવાથી મનવાંછિત ફળ પ્રાપ્તિ થાય છે. ચંડી આરાધનાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે સુખી જીવન પૂર્ણ આયોગ, સ્વાસ્થ્ય અને મનવાંછિત ફળ મળતું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. ધર્મ-અધર્મ આજના યુગમાં આજના માનવીઓની અંદર જ બેઠો છે. રામ-રાવળ કથા અને રામનો અવતાર એ ધર્મ-અધર્મની વાત છે. મહાભારતમાં ધર્મનો પ્રભાવ સંઘર્ષ અને વિજયની વાત કહેવામાં આવી છે. મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ પૂ.મણીભાઈ (મમ્મી) વિષે કહ્યું કે મણીભાઈ શ્ર્લોક સરીખુ જીવન જીવે છે. હું લક્ષચંડી મહાયજ્ઞનો સાક્ષી બન્યો છું. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ એ સુવર્ણ અક્ષરે અંકિત છે.
લક્ષચંડી મહાયજ્ઞ મહાયજ્ઞમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી ભાવિકો થયા મંત્રમુગ્ધ
લાખો શ્રઘ્ધાળુઓના પ્રસાદ માટે ર૪ કલાક ધમધમતી ભોજનશાળા
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો આજે તૃતીય દિન છે. લાખો ભકતો માં ઉમાના સાનિઘ્યે મહોત્સવનો લ્હાવો લઇ રહ્યા છે. ભકતોમાં મહોત્સવનો ઉત્સાહ હાલ ચરમસીમાએ હોય ઠેર ઠેરથી માઁ ના ભાવિકો, મહાનુભાવો પધારી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞમાં આવનાર દરેક ભકત ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટેની અદ્દભુત વ્યવસ્થા અને વિશાળ જગ્યામાં રસોડુ ધમધમી રહ્યું છે.
તસ્વીરમાં દેખાતી ભોજન શાળામાં હજારો સ્વયંસેવકો દિન-રાત જોયા વગર દરેકને જમાડવાના ભાવથી તનતોડ મહેનત કરી રહ્યાં છે. દેશ-વિદેશથી લોકો ઉમટી પડી મહોત્સવ માણી રહ્યા છે. ત્યારે આ કાર્યકરો નજર સામે મહોત્સવ માણવાને બદલે ભોજન શાળામાં કામ કરી માઁની સાચી સેવા કરી રહ્યા છે. માઁના આશિર્વાદની સાથે ધન્યતા પ્રાપ્ત કરી રહ્યાં છે.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો આજે તૃતીય દિન છે. લાખો ભકતો માં ઉમાના સાનિઘ્યે મહોત્સવનો લ્હાવો લઇ રહ્યા છે. ભકતોમાં મહોત્સવનો ઉત્સાહ હાલ ચરમસીમાએ હોય ઠેર ઠેરથી માઁ ના ભાવિકો, મહાનુભાવો પધારી રહ્યા છે. લક્ષચંડી મહાયજ્ઞમાં આવનાર દરેક ભકત ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકે તે માટેની અદ્દભુત વ્યવસ્થા અને વિશાળ જગ્યામાં રસોડુ ધમધમી રહ્યું છે.તસ્વીરમાં દેખાતી ભોજન શાળામાં હજારો સ્વયંસેવકો દિન-રાત જોયા વગર દરેકને જમાડવાના ભાવથી તનતોડ મહેનત કરી રહ્યાં છે. દેશ-વિદેશથી લોકો ઉમટી પડી મહોત્સવ માણી રહ્યા છે. ત્યારે આ કાર્યકરો નજર સામે મહોત્સવ માણવાને બદલે ભોજન શાળામાં કામ કરી માઁની સાચી સેવા કરી રહ્યા છે. માઁના આશિર્વાદની સાથે ધન્યતા પ્રાપ્ત કરી રહ્યાં છે.
લક્ષચંડી મહાયજ્ઞના મને દર્શન કરવા મળ્યા તે મારૂ સૌભાગ્ય છે: મંત્રી ઈશ્ર્વરભાઈ પરમાર
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં આધ્યશકિત મા ઉમિયાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પધારેલા ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ઈશ્ર્વરભાઈ પરમાર ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન નિહાળી ભારે પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું હતુ કે મા ઉમિયાની કૃપા હોય તો જ આટલો મોટો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ શકય બને.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના બીજા દિવસે ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ઈશ્ર્વરભાઈ પરમાર મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવવા અને લક્ષચંડી મહાયજ્ઞના દર્શન કરવા પધાર્યા હતા. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માટેનું માઈક્રો પ્લાનીંગ આયોજન નિહાળી ભારે પ્રભાવિત થયા હતા ૮૦૦ વિઘા વિશાળ જમીન પર આયોજીત ભવ્યાતિભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે હજારો સ્વયંસેવીકા બહેનો સમર્પીતાની ભાવનાથી સેવા આપી રહી છે. જે ધન્યવાદને પાત્ર છે. લક્ષચંડી મહાયજ્ઞમાં, સગવડ, સુવિધા અને વ્યવસ્થા મહત્વ પૂર્ણ છે. મા ઉમિયાની કૃપા હોય તો જ આટલુ મોટું ભવ્યાતિભવ્ય આયોજન શકય બને. મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવવાનું અને મહાયજ્ઞના દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
ધર્મ અને સૃષ્ટિના કલ્યાણ માટે યોજાયો લક્ષચંડી મહાયજ્ઞ: રજનીકાન્ત પટેલ
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં મા જગત જનની કુળદેવી ઉમિયાના ચરણોમાં શીશ ઝૂકાવી જીવનને ધન્ય ધન્ય બનાવા લાખો શ્રઘ્ધાળુઓ યથા શકિત સેવા કરી રહ્યા છે. જેમાં મોઢેરા ગામના નાયક ભાઇઓ મોટી સંખ્યામાં યાત્રા સ્વરુપે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં આવી ભુંગળ વગાડશે. ૧૦૦ થી વધુ નાયક ભાઇઓને મોઢેરા ગામના પાટીદાર સમાજના લોકો વાજતે ગાજતે વિદાય આપશે.
આ આદ્યશકિત જગદંબા મહાસ્વરુપા મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિર ઉપર ભુંગળ વગાડી માતાજીને રીઝવવાનો એક રીવાજ છે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં તમામ જ્ઞાતિના શ્રઘ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવે છે. અને સામાજીક સમરસતા વ્યકત કરવામાં આવે છે. જેનાથી પ્રભાવિત થયેલા મોઢેરા ગામના તમામ નાયક જ્ઞાતિના ભાઇ-બહેનોએ સંકલ્પ કર્યો છે કે લક્ષચંડી મહાયજ્ઞની પુર્ણાહુતિ સમયે ભુંગળ વગાડવામાં આવશે.
પૂર્વ ગૃહ રાજયમંત્રી રજનીકાન્તભાઇ પટેલ અને તેમના પરિવારજનો સહિત ગ્રામજનો રર ડિસેમ્બરના રોજ સવારે નાયક ભાઇઓને મોઢેરા ઉમિયા માતાજી મંદીર પરથી વાજતે ગાજતે વિદાય કરશે. નાયક ભાઇઓ ભૂંગળ લઇને લક્ષચંડી મહાયજ્ઞના સ્થળ પર આવશે જયાઁ પુર્ણાહુતિના સમયે એક સાથે ૧૦૦ થી વધુ નાયક ભાઇઓ ભૂંગળ વગાડશે. જે સમયે વાતાવરણમાં અલૌકિક સંગીત રેલાશે.
ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના આગેવાનોની ઉ૫સ્થિતિ
ઉંઝા ખાતેલક્ષચંડી યજ્ઞ માં ઉપસ્થિત સૌરાષ્ટ્ર ના આગેવાનો જેરામભાઇ વાંસજાલિયા,જયેશભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ, પરસોતમભાઇ ફળદુ, લક્ષચંડી યજ્ઞ ના મીડિયા ક્ધવીનર પ્રો. જે. એમ. પનારા, મૂલજીભાઇ ભીમાણી, રામજીભાઇ પનારા, શિવલાલ ઘોડાસરા, નાથાભાઈ કાલરિયા, જગતભાઈ, રમેશભાઇ વરસડા, કિશોરભાઈ ઘોડાસરા, સંજયભાઈ કનેરિયા, મનિષભાઇ ચાંગેલા, જગદીશભાઇ પરસાણિયા, ઇશ્વરભાઇ વાછાણી, પ્રભુદાસ કણસાગરા, કાંતિભાઇ મકાતી, વગેરે નજરે પડે છે.