બીએ માં ગોલ્ડ મેડલ, એમએ માં યુનિવર્સિટી પ્રથમ આવતા રાજ્યપાલના હસ્તે સન્માન, નેટ , સ્લેટમાં સફળતા સહિતની સિદ્ધિઓ ધરાવતો યુવાન હાલ આધુનિક સંસ્કૃત સાહિત્યમાં પીએચડી કરે છે
હાલના સમયમાં વિદ્યાર્થીઓ દેવ ભાષા ગણાતી સંસ્કૃત પ્રત્યે રૂચિ દાખવવાની બદલે દુર ભાગતા જોવા મળે છે ત્યારે મોરબીના વિપ્ર યુવાને શૈક્ષણિક કારકિર્દીમાં સંસ્કૃત વિષયની મુખ્ય વિષય તરીકે પસંદગી કરીને અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. આ યુવાને બી.એ.માં ગોલ્ડમેડલ તથા એમ.એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ આવતા રાજ્યપાલના હસ્તે સન્માન મેળવ્યું છે. હાલ સંસ્કૃત વિષયમાં તે પીએચડી કરે છે .
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રણછોડ નગરમાં રહેતા જીગર મહેશભાઇ ભટ્ટને નાનપણથી દેવ ભાષા ગણાતી સંસ્કૃત વિષય પ્રત્યે ભારે લગાવ હતો. તેઓએ કારકિર્દીના વણાકમાં સંસ્કૃત ભાષાની મુખ્ય વિષય તરીકે પસંદગી કરીને આ વિષય પર અનેક સિદ્ધિઓ મેળવી છે. જીગરે ૨૦૧૫ માં શુક્લ યજુર્વેદ સંસ્કૃત વિષયમાં પૂર્ણ કરીને પ્રથમ નંબર મેળવતા તેને ગોલ્ડમેડલ મળ્યું હતું અને એપ્રિલ ૨૦૧૭ માં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માં એમ.એ મા પ્રથમ આવતા તેમનું રાજ્યપાલના હસ્તે સન્માન થયું હતું તેમણે કપરી અને અઘરી ગણાતી સ્લેટની પરીક્ષા અને યુજીસી નેટની પરીક્ષા પણ સફળતા પૂર્વક પાસ કરી હતી.
ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની ૧૧ જેટલી સંસ્કૃત સ્પર્ધામાં જુદા-જુદા નંબરો મેળવ્યા છે જોકે તેની આર્થિક પરિસ્થિતિ સાધારણ છે તેના બે ભાઈઓ ૧૦ સુધી ભણ્યા છે અને પિતા અગાઉ શાકભાજીની લારી ચલાવતા હાલ તેઓ નિવૃત્ત છે ત્યારે પોતાના શિક્ષણ ખર્ચને ઉપાડવા માટે તેઓ કર્મકાંડની પ્રવૃત્તિ કરે છે અને હાલ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આધુનિક સંસ્કૃત સાહિત્ય પર પીએચડી કરી રહ્યો છે તેમનું કહેવું છે કે ઘણા લોકોના મનમાં એવી માનસિકતા છે કે સંસ્કૃત માં જૂનું અને પુરાણું સાહિત્ય છે પરંતુ સંસ્કૃત આધુનિક વિજ્ઞાન છે અને બદલાતા સમય સાથે સંસ્કૃત સાહિત્યમાં બદલાવ આવ્યો છે ત્યારે આ વિપ્ર યુવાન સંસ્કૃત વિષયથી દૂર ભાગતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,