સંસ્થાના હોદ્દેદારો, કમિટીના હોદ્દેદારો તેમજ હજારો સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં ભોજન પ્રસાદ બનાવવાની શુભ શરૂઆત
આગીમી તા.૧૮ ડિસેમ્બરથી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો ભવ્ય આરંભ થનાર છે લોકો મહોત્સવની ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે મહાયજ્ઞ પૂર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં હજારોની સંખ્યામા કડવા પાટીદારો જોડાઈ રહ્યા છે.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં આવનાર લાખો શ્રધ્ધાળુઓ માટે ભોજનપ્રસાદ યોજાશે.આ અન્નપૂર્ણા (ભોજન શાળા)માં ભોજન બનાવવાની પ્રકિયા શરૂ કરતાં પહેલા અગ્નિકુંડની પુજાવિધિ કરાઈ હતી. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન એટલે ભકતો માટે નિ:શુલ્ક ભોેજન પ્રસાદ જે ભોજનશાળા (અન્નપૂર્ણા)માં આજે સવારે કમીટીના ચેરમેન, વાઈસ ચેરમેનના ઘરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.શોભાયાત્રા બાદ ચુલ્લા ચારીની ભવ્ય પુજાવિધિ સંસ્થાના હોદ્દેદારો, રસોડા કમીટીના હોદ્દેદારો, તેમજ હજારો સ્વયંસેવકોની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.ચુલ્હાચારીની પુજાવિધિ બાદ ભોજન પ્રસાદ બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી.