જસદણમાં વર્ષો પહેલા એક શેરી મૂકીને બીજી શેરી પકડો ત્યાં સફેદ કબુતર પાળનારા શોખીનોની ખાસ્સી લાંબી લાઈનો હતી પણ હાલમલાં કબુતરોનાં શોખીનોની સંખ્યા એટલી બધી ઘટી ગઈ છે કે શહેરમાં માત્ર જુજ શોખીનો બચ્યા છે. અને તેમની પાસે થોડી માત્રામાં કબુતરોની સંખ્યા અને જાત બચી છે. શહેરનાં કબુતર શોખીનોનો ભૂતકાળમાં એક ડોકીયું કરીએ તો તેમની પાસે જુદા જુદા પ્રકારના રંગબેરંગી કબુતરો બહોળી સંખ્યામાં હતા પોતાનું ઘર આર્થિક રીતે વેરણછેરણ હોવા છતાં ઉઘારા ઉછીનાં કરીને પણ કબુતરો માટે પાંજરા અને દાણાપાણીની વ્યવસ્થા કરતા અને હરખ ભેર પોતાના ઘેર કબુતરો જોવા માયે તેડી જતા આટલું ઓછુ હોય તેમ કબુતરોની અલગ અલગ નસલ મેળવવા માટે રાજકોટ, ફીફાદ, સાવરકુંડલા જેવા સૌરાષ્ટ્રના અનેક ગામોમાં જતા હતા.
નિકોબારી કબુતરો લુપ્ત થવાની અણી ઉપર હોવાથી સરકારી તંત્ર જાગ્યું છે. આ કબુતર શોખીનો માટે સારા સમાચાર છે. હાલ વન્ય સુષ્ટિમાં સામાન્ય ક્બુતરો કરતા સહેજ મોટા સપ્તરંગીવણી એવા નિકોબારી કબુતરોજ જ સંખ્યામાં હોવાના અંદાજથી પર્યાવરણ સરકારી મંત્રાલય બેઠુ થયું છે. પણ ગંભીર બાબત એ છેકે કબુતરોની ઘણી જાતીઓ લુપ્તતાના આરે હોવા છતાં આ બાબતે તંત્રની કામગીરી ઢીલી હોવાનું કબુતર શોખીનો માની રહ્યા છે. જસદણનાં કેટલાક કબુતર શોખીનો એ જણાવ્યું કે અમને કબુતર પાળવાનો હજુ પણ શોખ છે. પરંતુ મકાનો નાના થતા ગયા છે. ખાસ કરીને વેપાર સંસારની ઘટમાળમાં સમય ઓછો પડે છે. તેથી શોખ પર સજજડ બ્રેક મારવી પડે છે. ત્યારે જસદણના મોટાભાગનાં વિસ્તારોમાં ભૂતકાળમાં થતુ કબુતરોનું ઘુઘુઘુ… હાલ ફકત કબુતર પ્રેમીઓનાં જીવનમાં યાદ બની રહી ગઈ છે.!