ઋતુમાં બદલાવ સાથે જ ગળામાં ખરાશ આવવી સામાન્ય બાબત છે જે દરેક લોકોને સતાવે છે. ઠંડીમાં બધાને શરદી અને વાઇરલ ફીવર જેવી સમસ્યા પણ થવા લાગે છે, પરંતુ ગળાની ખરાશ વાઇરસને કારણે થાય છે. ઘણી વાર લોકો તેને આ સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે, પરંતુ આમ કરવાથી પરેશાની વધી શકે છે. આથી ગળાની ખરાશથી છુટકારો મેળવવા માટે દવા કે સીરપને બદલે આ ઘરેલુ ઉપચાર અજમાવો…
- આદું
આદું સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી છે. આદુંમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ગળાનાં ઇન્ફેક્શન અને દુખાવામાં આરામ આપે છે. એક કપ પાણીમાં આદું નાખી ઉકાળો. ત્યાર બાદ તે પાણી બેથી ત્રણ વાર પીવો. આમ કરવાથી ગળાના ખરાશમાં ઘણી રાહત મળશે.
- લસણ
લસણ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી છે. ગળાની ખરાશ દૂર કરવા મોંમાં બંને તરફ લસણની એક કળી રાખીને ધીમે ધીમે ફેરવો. જેમ જેમ લસણનો રસ ગળામાં જશે તેમ તેમ ખરાશમાં આરામ મળી રહેશે.
- મીઠા વાળું પાણી
જ્યારે ગળું ખરાબ હોય તો શ્લેષમા ઝિલ્લીની કોશિકાઓમાં સોજો આવે છે. મીઠું આ સોજાને ઓછો કરે છે, જેનાથી રાહત મળે છે. આ સિવાય લવિંગ, તુલસી, આદું અને મરીથી બનેલી ચા પણ ફાયદાકારક છે.
- તજવાળું દૂધ
તજ ગળાનો દુખાવો તો ઠીક કરે છે. તજવાળું દૂધ બનાવવા માટે એક પેનમાં દૂધ ગરમ કરો, તેમાં તજના લાકડાનો એક નાનકડો ટુકડો નાખો અને ગેસ બંધ કરી દો. ત્યાર બાદ તેમાં મધ મિશ્રિત કરી ગાળી લો. ગળાની ખરાશ અને દુખાવામાં આરામ મળશે.
- મસાલેદાર ખાવાનું ટાળો
યાદ રાખો કે જ્યારે ગળામાં તકલીફ હોય તો વધુ મસાલેદાર ભોજન ન કરવું જોઈએ. ગળામાં ખરાશ નિયંત્રિત કરવા માટે ઠંડા પાણી અને આઇસ્ક્રીમથી દૂર રહેવું.
- લીંબું અને મરી
લીંબું પણ ગળાની ખરાશથી છુટકારો અપાવી શકે છે. લીંબુંની સ્લાઇસ પર મીઠું અને મરીનો ભૂકો છાંટો અને ત્યાર બાદ ધીમે ધીમે લીબું ચાટવું. ગરમ પાણીની સાથે લીંબુંના રસના મિશ્રણથી કોગળા પણ કરી
- મધ
મધના જીવાણુરોધી ગુણ ગળાની ખરાશ ઠીક કરી શકે છે. નવસેકા પાણીમાં એક કે બે મોટી ચમચી મધ મિશ્ર કરો અને તેને દિવસમાં ત્રણથી ચાર વાર પીવો. જો ગળામાં ખરાશ દૂર થાય તો સૂતા પહેલાં એક ચમચી મધ લો.