મઘ્યાહન ભોજન કેન્દ્રો ભ્રષ્ટાચારના કેન્દ્રો બની રહ્યા છે

એક તરફ ભારત સરકાર દેશ અને દેશવાસીઓનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા માટે પ્રાથમિક શિક્ષણ અને મધ્યાહન ભોજન યોજના માટે કરોડો રૂપિયા ખર્ચે છે છતાં પણ બાળકોના શિક્ષણ અને મધ્યાહન ભોજન યોજના મા ભ્રષ્ટાચાર જોવા મળે છે.જેમના નામો ચાલતા હોઈ છે તેમાં અલગ વ્યક્તિ કામો કરતા હોય છે આવુજ વડિયા ની સદગુરુ નગરની પ્રાથમિક શાળામા જોવા મળ્યું છે બાળકોને ખરાબ બટેટા અને પાણી થી લથપથ મશાલા વગર નું ભોજન પીરસાઈ રહ્યું છે આચાર્ય હંશાબહેન ધાનાણી ની કાર્યશેલી અને તેમના જણાવ્યા મુજબ વડીયાના સદગુરુ નગર ની પ્રાથમિક સ્કૂલના મધ્યાહન ભોજન યોજના મા કોનો ચાર્જ છે તે ખબર નથી પણ રોજે રોજ હિતેશ નામનો વ્યક્તિ આપી જાય છે અને સ્ટોક આવે છે તે વડીયાના કોંગ્રેસના ક્ધવીનર ના ઘરે ઉતરે છે જોઈએ તેમ રોજેરોજ સ્ટોક લઈ આવવાનો નિયમ છે બીજી કોઈ જાતની જાણ જ નથી વડિયા ના પત્રકારો એ તપાસ કરતા કુંકાવાવ તાલુકા કોંગ્રેસના ક્ધવીનર ના ધર્મપત્ની રમાબહેન બી.વોરા નું નામ મદદનીશ મા ચાલી રહ્યું હોવાના કારણે આમ ચાલી રહ્યું છે અને બીજા દિવસે કુંકાવાવ તાલુકા પચાયત પ્રમુખપતિ ની તપાસ દરમ્યાન વડિયાની સદગુરુ નગરની પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન યોજનામા ચાલતી ગેરરીતિ નજરે જોવા મળી છે વડીયાના સદ્ગુરુનગરમાં ચાલતી પ્રાથમિક શાળા અને મોંઘીબા ક્ધયા શાળામાં જે વ્યક્તિના મદદનીશમા નામો ચાલે છે તે બહેનોના ઘરે નોકરો કામ કરેછે તેવા બહેનો ના નામ મદદનીશ મા ચાલી રહયા છે અને તેમની જગ્યાએ બીજા બહેનો કામ કરી રહયા છે રાજકીય દબાણ વગર ઉચ્ચધિકારી દ્વારા વડિયા કુંકાવાવ તાલુકામાં તપાસ કરવામાં આવેતો મધ્યાહન ભોજન યોજનામા અઢળક ભ્રષ્ટાચાર ના કૌભાંડો ખુલે તેમ છે

પ્રાપ્ત વિગત મુજબ ૨૯-૯-૨૦૧૭ ના રોજ  નાયબ કલેકટર સાહેબના હુકમ મુજબ હાલમાજ વડિયા મનીષ શીંગળા અને હનુમાન ખીજડિયાના સરપચ સત્યમ મકાણી આમ બે સચાલકોના નામ કેન્સલ કરવામાં આવ્યા છે બાદ કુંકાવાવ તાલુકા પચાયત પ્રમુખપતિ એ તપાસ કરતા વડિયા-કુંકાવાવ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્ય શ્રીના જણાવ્યા મુજબ ઉચ્ચ અધિકારીઓની કાર્યશેલીમાં લોલમલોલ ચાલી રહ્યું છે જો બાળકોના મુખમાંથી આ લોકો કોળયો જુટ્વી લે અને પ્રિન્સિપાલ હંશાબહેન ને જાણ હોવા છતાં અને તેના જણાવ્યા મુજબ કે અમો રહયા નોકરિયાત અમો કાઈ બોલીએ તો રાજકીય દબાણમાં અમારી નોકરી જાય તો શું રાજકીય લાગવગ ના આધારે પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોને દબાવમા આવે છે

તો દેશના ભવિષ્ય નું શુ ? વડીયામાં જે લોકો મધ્યાહન ભોજન યોજના મા બાળકોના મો માંથી કોળિયો જુટવી લેતા હોઈ તો અમરેલી જિલ્લામા કેટલીયે પ્રાથમિક શાળાઓ છે તો  તેમા રાજકીય દબાણ ના લીધે ચાલતી ગેરરીતિ ના કૌભાંડો ચાલતા હશે જ. જો આ અમરેલી જિલ્લામાં કોઈ દબાણ વગર ઉચ્ચ અધિકારી દ્વારા તમામ સ્કૂલો મા તપાસ કરવામાં આવે તો આ શિક્ષકો પર રાજકીય દબાણ થી ચાલતી ભ્રષ્ટાચાર ની ગેરરીતિ સામે આવશે અને શિક્ષકો દબાણ મુક્ત થશે તેવી શિક્ષકોની મનોવેદના માંથી જાણવા મળેલ છે અને વડિયા મામલતદાર અને નાયબ મામલતદાર સાહેબ પણ રાજકીય દબાવમાં વડિયા કુંકાવાવ મધ્યાહન ભોજન યોજના વિશે બધું જાણતા હોવા છતાં કહેવામા શરમાય રહયા છે ને નિવેદનમાં ફક્ત ઉહુ…ઉહુ… સંભળાય રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.