ઈકવાડોરથી ઝીંગા મંગાવવાનું બંધ કર્યું: પહેલા ૧૯ દેશોની ૪૧ કંપનીઓએ ચીન માલ મોકલવાનું બંધ ર્ક્યું બાદમાં ચીને ૫૬ કંપનીઓની આયાત અટકાવી
આખી દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો કરનાર ચીનને હવે ફરી વખત કોરોના ફેલાવાનો ડર લાગી રહ્યો હોવાથી ૧૯ દેશોમાંથી થતી આયાતને રોકી દેવાનો નિર્ણય લીધો છે. ચીને જે ૧૯ દેશોમાંથી આયાતને અટકાવી દીધી છે. તેમાં ક્યાં ક્યાં દેશો છે ? અને કઈ કઈ ચીજવસ્તુની આયાતની મનાઈ કરી છે તે જોઈએ.
ચીને બે દિવસે પહેલા જ વિશ્ર્વના ૧૯ દેશોમાંથી ખાદ્ય પદાર્થોની આયાત અટકાવી દીધી છે. ચીન આ દેશોની ૫૬ કોલ્ડચેન ફૂડ કંપનીઓમાંથી પોતાને ત્યાં હજારો ટન ખાદ્ય પદાર્થો મંગાવે છે. (આયાત કરે છે) હવે ચીનને ફરી કોરોના વાયરસને ફેલાવાનો ડર લાગી રહ્યો છે. એટલે આ દેશોમાંથી ખાદ્ય પદાર્થોની આયાત અટકાવી દીધી છે.
ચીનના જનરલ એડમીનીસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સે મંગળવારે જણાવ્યું કે, આ ૫૬ કંપનીઓમાંથી ૪૧ કંપનીઓએ જાતે જ ચીનમાં પોતાના ઉત્પાદનો ન મોકલવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ચીનની સરકારે આ તમામને ત્યાંથી આયાત અટકાવી દેવા નિર્ણય કર્યો હતો. ચીન ૧૯ દેશોની ૫૬ કંપનીઓ પાસેથી સી ફૂડ, ચીકન વગેરે ફૂડ મંગાવે છે.
કોલ્ડ ચેન ફ્રોઝન ફૂડઝનો અર્થ એ કે ખાદ્ય સામગ્રી રેફ્રીજરેટરમાં ફ્રોઝન રૂપમાં એક દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવે છે અને કેટલાય દિવસો સુધી સુરક્ષિત રહે છે. પણ ચીનને હવે ફરી કોરોના વાયરસનો ડર લાગી રહ્યો હોવાથી આવો આકરો નિર્ણય લીધો છે. ચીન ઈકવાડોરથી મોટા પ્રમાણમાં ફ્રોઝન ઝીંગા, માછલી મંગાવાનું હતું પણ ત્યાંથી ઝીંગા, માછલીમાં કોરોના વાયરસનો ચેપ જણાયો હતો. આ ઝીંગા ખાધા બાદ ચીનના કાંઠાળા વિસ્તારના શહેરોમાં ડાલીયાન લિમા ઓનીંગ પ્રાંત અને ઓન્ગકવીંગ શહેરમાં કેટલાક લોકો કોરોના સંક્રમિત બન્યા હતા. બાદમાં ચીને ઈકવાડોરની કંપનીઓમાંથી ઝીંગા મંગાવવાની મનાઈ કરી હતી.