૧૦ થી બાર વર્ષની વયે ટેળીયાઓ રમત-ગમતમાંથી ઉંચા આવતા નથી ત્યારે મૂળ ભારતીય પણ અમેરિકામાં રહેતી ગીતાંજલી રવિ માત્ર ૧૦ વર્ષની છે, તે દુનિયાની સૌથી નાની વયની સાયન્ટિસ્ટ બની છે. અમેરિકાના ફિલંટ શહેરમાં જળ પ્રદૂષણ ખૂબ જ છે, આ પ્રદૂષણને દૂર કરવા માટે વપરાતી પદ્વતિ મોંધી હતી, પરંતુ ગીતાંજલીએ જે સાધન બનાવ્યું છે તેને ગમે ત્યાં લઇ જઇ શકાય છે તેમજ મોબાઇલ એપ સાથે જોડીને પાણીમાં લીડનું પ્રમાણ જાણી શકાય છે.
ગીતાંજલીએ ૫ મહિનામાં બનાવેલું આ સાધન કાર્બન નેનોટ્યુબ્સની મદદથી પાણીમાં લીડ શોધી કાઢે છે. ફિલંટમાં સીસું ભળવાના કારણે પ્રદૂષિત પાણીથી નહાવાથી કેટલાય લોકોના સ્વાસ્થ્યને હાની પહોંચે છે તો કેટલાય બાળકો આ પાણી પીધા બાદ મુશ્કેલીમાં મુકાય છે. ગીતાંજલીનું આ સાધન પ્રદૂષિત પાણીને ઓળખી કાઢે છે. ભવિષ્યમાં એપિડે મિયોજિસ્ટ બનવા માંગતી ગીતાંજલીએ યંગેસ્ટ સાયન્ટિસ્ટનું બિરુદ મેળવીને ભારતને એક નવી સિદ્વી અપાવી છે