સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસ તરીકે જાહેર કરવામાં આવે છે. વોર્ડ નં.૧૩ના મહિલા કોર્પોરેટર તથા હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિના ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર વિશ્વ મહિલા દિનનિમિતે મહિલાઓને શુભેચ્છા પાઠવતા છે કે, આમ તો ૩૬૫ દિવસમાંથી ભાગ્યે જ એવો કોઈ દિવસ હશે. જે મહિલા વગર જતો હોય કેમ કે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે અને પગલે મહિલા વગર ચાલતું નથી અને આ સત્ય હકીકત છે. યસ્ય પુણ્યતે નાર્યસ્તુ તત્ર રમન્તે દેવતા: એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આજની વાત કરીએ તો આર્યનારી આદર્શ ગૃહિણીની ભૂમિકા નિભાવવાની સાથે અન્ય જવાબદારીઓ અને ફરજો પણ નિષ્ઠાપૂર્વક પ્રમાણીકતાથી વહન કરતી જોવા મળે છે.
ભારતીય આર્યનારીને સલામ છે. જ્યાં સુધી જગતપર માનવ વસવાટ હશે ત્યાં સુધી નારીના બલીદાનની યશગાથાઓ વંચાશે, ગવાશે અને પ્રેરણા આપતી રહેશે. તેમ કોર્પોરેટર જયાબેન ડાંગરે જણાવ્યું હતું.