ગ્લોબલ બ્રાન્ડ કન્સલટન્સી ઈન્ટરબ્રાન્ડે ગુરુવારે ‘બેસ્ટ-100 ગ્લોબલ બ્રાન્ડ 2018’ લિસ્ટ જાહેર કર્યું છે. તે પ્રમાણે ગૂગલને પાછળ મુકીને એપલ દુનિયાની ટોપ બ્રાન્ડ થઈ ગઈ છે. બીજી બાજુ ડેટા ચોરીના વિવાદના કારણે ફેસબુક 8માંથી 9માં નંબરે પહોંચી ગયું છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે 56 ટકાના ગ્રોથ સાથે એમેઝોન દુનિયાની ત્રીજા નબંરની ટોપ બ્રાન્ડ બની ગઈ છે. 2017ના લિસ્ટમાં તે પાંચમાં નંબરે હતી.
રેન્કિંગ પ્રમાણે એપલની બ્રાન્ડ વેલ્યુ 16% વધી છે. તે 184 અબજ ડોલર (13.57 લાખ કરોડ રૂપિયા)થી 214.5 અબજ ડોલર એટલે કે 15.79 લાખ કરોડ થઈ ગઈ છે. એપલ અમેરિકાની પહેલી એવી કંપની છે જેની માર્કેટ કેપ એક લાખ કરોડ ડોલર છે.બીજા નબંરે આવેલી ગૂગલની વેલ્યુ 10 ટકા વધારા સાથે 155.5 અબજ ડોલર (11.23 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. 2017માં કંપનીની બ્રાન્ડ વેલ્યુ (10.4 લાખ કરોડ) હતી.