- અત્યારે દુનિયામાં 1200 થી વધુ પક્ષી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે : પક્ષીઓ મોટે ભાગે ધરતી પર વસ્તીવાળા તમામ સાતેય ઉપખંડોમાં રહે છે, અને વંશવૃઘ્ધિ કરે છે: હાલ વિશ્ર્વમાં 10 હજારથી વધુ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ છે, કેટલાક પક્ષીઓ અત્યંત બુઘ્ધીશાળી જોવા મળે છે
- અમુક પક્ષીઓ લાંબા ગાળાનું સ્થળાંતર કરે તો અમુક, ટુંકાગાળાની અનિયમિત હેરફેર કરે : પક્ષીઓ સામાજીક હોય છે, તેઓ દાર્શનિક સંકેતો , અવાજો અને ગીત ગાઇને સંદેશા વ્યવહાર કરે છે: પૃથ્વીના બધા ખંડોમાં પક્ષીનું અસ્તિત્વ
બે પગવાળા સુંદર નમણા રૂપકડા પક્ષીઓથી અફાટ કુદરતી સૌદર્ય વિશ્ર્વભરમાં જંગલો ખીલી ઉઠે છે. કુદરતી વાતાવરણની વ્હેલી સવારે નયનરમ્ય પંખીઓનો કલરવ વાતાવરણને તાજગી ભરી દે છે. પક્ષીઓનો ઇતિહાસ પણ બહું રોચક છે. માનવ વસ્તી સાથે વણાયેલી પક્ષી દુનિયામાં તેમને સરળતા પાણી, ખોરાક મળી રહે તેની આસપાસ નિવાસ સ્થાન કરે છે. તેની માળો બનાવવાની આવડત પણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. દુનિયાભરમાં સુઘરીના માળા જેવી ગુંથણી બીજે કયાંય જોવા ના મળે તો, આફ્રિકન ગ્રે પોપટ દુનિયામાં સૌથી વધુ બોલતો પોપટ છે, તે 4પ0 શબ્દો યાદ રાખે છે, ને માણસ જેવા અવાજથી ટુંકા શબ્દો બોલે છે.
પક્ષીએ ગણગણતા વર્ગનું ઉડી શકતું બે પગવાળુ ગમે તે વાતાવરણથી ધડાયેલ કરોડ ધરાવતા પ્રાણી છે. જે ઇંડા મૂકે છે. અને પોતાની ગરમીથી ઇંડાને સેવવાની પ્રક્રિયા કરે છે. હાલ વિશ્ર્વમાં દશ હજારથી વધુ પક્ષીઓની પ્રજાતિઓ છે. આ પક્ષીઓ શારીરિક ક્ષમતા મુજબ ઇકોસીસ્ટમમાં વસવાટ કરે છે. તેના કદ બે ઇંચથી 10 ફુટના જોવા મળે છે. પૃથ્વી તમામ સાતેય ઉપખંડોમાં પક્ષીઓ જોવા મળે છે. અમુક પક્ષીઓ ઋતુ પ્રમાણે લાંબા કે ટુંકા ગાળાનું સ્થળાંતર કરે છે. અમુક તો પ્રજનન અને વંશવૃઘ્ધિ માટે હજારો કિલોમીટર દૂર સ્થળાંતર કરીને ફરી મૂળ સ્થાને જાય છે. પક્ષી કયારેય રસ્તો ભૂલતું નથી.
આજથી ર00 વર્ષ પહેલા જયુરાસિકના ગાળા દરમ્યાન પક્ષી જેવા પગવાળા ડાનાસોરથી વિકસતી આવી છે. સંશોધનમાં જોવા મળ્યું છે કે 1પ0 વર્ષ પહેલા મૃત જયુરાસિક આર્કા ઓપ્ટેરિકસ પક્ષી જ હતું. આ જૈવિક જુથો કરોડો વર્ષો પહેલા ભૂસ્તર યુગમાં 65.5 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતા હતા. તેથી મોટા ભાગના પક્ષીશાસ્ત્રીઓ તેને પક્ષી તરીકે ઓળખે છે.
આધુન્કિ પક્ષી પીંછા દાંત વિનાની ચાંચ, કઠોર આવરણ વાળા ઇંડાઓના મુકવાથી, ચાર છિદ્રોવાળા હ્રદય સાથે હળવા પણ મજબુત હાડપિંજરની રીતે અલગ પડે છે. મોટાભાગના પક્ષીઓ ઉડવા માટે પાંખ ધરાવે છે. અમુક અપવાદમાં પેન્ગ્વિન અને બીજી પ્રકારના આઇલેન્ડ પર જોવા મળે છે. પક્ષીઓ વિશિષ્ટ પ્રકારની પાચન અને શ્ર્વસનક્રિયા ધરાવે છે. પક્ષીઓ સામાજીક હોય છે તેઓ દાર્શનિક સંકેતો અવાજો અને ગીત ગાયને સંદેશા વ્યવહાર કરે છે. તે સહકાર યુકત સંવર્ધન અને શિકાર કે લૂંટફાટ માટે ટોળામાં રહે છે.
આજે પક્ષીઓની વિવિધ જાતો લોકો પાળતા થયા છે. જેમાં તેની પાસેથી વિશિષ્ટ પ્રકારના કરતબ પણ કરાવાય છે. કબુતરનો સંદેશાવાહક તરીકે સૌથી વધુ ઉપયોગ કરાયો છે. ખાતરમાં તેના ચરકનો ઉપયોગ થાય છે.પક્ષીઓ આપણી માનવ સંસ્કૃતિ ના તમામ પાસાઓ જેવા કે ધર્મ, કવિતા, સંગીત વિગેરેને આવરી લેવાયા છે. પ્રાચિન યુગના રેખા ચિત્રોમાં પક્ષીઓ જોવા મળે છે. 17મી સદી અને તેનાથી આગળના 100 વર્ષોમાં માનવીય ગતિવિધિને કારણે 130 જેટલી પક્ષીની જાતો નામ શેષ થઇ હાલમાં પણ 1ર00 જેટલી પક્ષી પ્રજાતિ ઉપર લુપ્ત થવાનું જોખમ કે રેડકોર્નર છે. તેમના વર્ગીકરણ કામ 1676 થી થઇ રહ્યું છે.
1758માં નવીન સુધારા કરાયા હતા. પક્ષીઓની સૌથી વધુ વસ્તી વૈવિઘ્યતા એન્ટાર્કટિકાના 440 કિલો મીટરમાં જોવા મળે છે.અમુક પક્ષીઓએ પાણી અંદર અને બહાર એમ બન્ને પ્રકારના જીવન અપનાવ્યા છે. વિશ્ર્વભરના સમુદ્ર કિનારે ઘણી મોટી પ્રજાતિઓ વસવાટની સાથે વંશવૃઘ્ધી કરે છે. વાતાવરણ સાથે અનુકુળતા હાંસલ કરીને બચ્ચાની આવા વાતાવરણમાં માવજત કરવામાં તેની મહારત આવી ગઇ છે, ગોળાકાર ગર્દન ધરાવતું તેતર આખા વિશ્ર્વમાં ગેઇમ બર્ડ તરીકે રજુ કરાયું છે. પ્રારંભે કેટલાય મોટા બર્ડ અન્ય વાતાવરણમાં વિકસીત થયા તો તેના કદ નાના પણ થતાં જોવા મળ્યા છે. પક્ષીઓની અમુક પ્રજાતિઓ બુલેટની ગોળી જેવી ઝડપ ધરાવે છે. કેટલાક તો ઉડાન સાથે ખોરાકને ઝડપીથી પાચન કરવા ટેવાયેલા હોય છે.
પક્ષીઓ શ્ર્વાસ લેતી વખતે 75 ટકા તાજી હવાને ફેફસામાં પસાર કરે છે. અત્યંત સુવિકસીત ભાગ મગજનો હોય છે, જે તેને ઉડવામાં મદદ કરે છે. મોટા ભાગના પક્ષી સુંઘવાની નબળી ક્ષમતા ધરાવે છે. જળ પક્ષીઓની કિકિ નાની હોવાથી હવા અને પાણીમાં યોગ્ય દ્રષ્ટિ પુરી પાડે છે. ઘુવડની આંખની રચનાને કારણે મોટો દાર્શનિક ક્ષેત્ર ધરાવે છે. પક્ષીઓ નર-માદા એમ બે જાતિમાં વહેચાયેલ છે. પક્ષીઓના પિંછા તેના શરીરના આવરણ માટે સાથે ઉડવામાં મદદ કરે છે. તેની ગોઠવણ દેખાવને કારણે વધુ રૂપકડુ લાગે છે. દર વર્ષે પીંછા બદલાય છે. પક્ષીઓ પોતાની ચાંચ વડે લગભગ શરીરના તમામ સ્થળેથી સ્વચ્છતા કરવા સમર્થ હોય છે. તે ચાંચ દ્વારા જ પીંછા સાફ કરે છે.
આખા દિવસનો 9 ટકા સમય તે પીંછા સફાઇમાં વ્યતીત કરે છે. મોટાભાગના પક્ષીઓ દિવસમાં જ જોવા મળે છે, અપવાદમાં ઘુવડ, નાઇટજાર જેવા નિરાચર પક્ષીઓ રાત્રે જોવા મળે છે.પક્ષીઓના અલગ અલગ ખોરાક હોય છે. મોટે ભાગે ફળ, છોડ, બી, મધ, નાના જીવજંતુ કે પ્રાણીઓ ખાય છે. પક્ષીઓ દાંત ન હોવાથી તેમની પાચન વ્યવસ્થા ખોરાકને ચાવ્યા વગર ગળી શકે તેવી અનુકુળ હોય છે. પક્ષીઓને ખોરાકની સાથે પાણીની જરૂરિયાત પણ હોય છે. કેટલાક પક્ષીઓ રોકાણ વગર 10 હજારથી વધુ કિલોમીટર ઉડવાની ક્ષમતા ધરાવે છે.
લાંબા ગાળાના સ્થળાંતર કરનાર પક્ષીઓ 64000 કિલોમીટરનો પ્રવાસ ખેડે છે. અમુક તો તેના નિવાસના ખરાબ વાતાવરણે અન્ય સ્થળાંતર કરીને ફરી તે જ સ્થળે આવી જાય છે. અમુક પક્ષીઓ તેના સ્થળે દૂર મૂકીને પ્રયોગ કરતાં માત્ર 13 દિવસમાં પ000 થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડીને પરત મૂળ સ્થાને આવી ગયું હતું. તેઓ રાત્રીના તારા અને દિવસે સૂર્યની ગતિ વિધીને આંતરીક ઘડિયાલની જેમ ઉપયોગ કરે છે. મોટાભાગના પક્ષીઓ સુતી વખતે તેનું માથુ પાછળના ભાગમાં દબાવી દે છે.
પક્ષી જગતની રોચક વાતો
- શિકારી પક્ષીઓ એક બીજાની હદમાં અને એકબીજાને દેખાય નહી તે રીતે માળો બાંધે છે.
- લકકડખોદની જીભ તેની ચાંચ કરતા ચાર ગણી મોટી હોય છે.
- અમુક પક્ષીઓ માળો બાંધતા જ નથી તે ઝાડની બખોલ કે પહાડોના ભેખડમાં ઇંડા મૂકે છે.
- પેન્ગ્વીન તેની પાંખોનો ઉપયોગ ઉડવા માટે નહીં પણ તરવા માટે કરે છે.
- ચીનના સ્વીફપ્લેટ પક્ષી પોતાની લાળથી માળો બાંધે છે. જે ખુબ જ સ્વાદિષ્ટ હોવાથી ચીનના લોકો તેની વાનગી બનાવે છે.
- ગોલ્ડ ઇગલ વૃક્ષની ટોચે સૌથી મોટો માળો બાંધે છે જે ત્રણ મીટર વ્યાસની સાથે છ મીટર ઊંડો હોય છે
- હિમાલયનું દાઢીવાળુ ગીધ ભારતના તમામ પક્ષીઓ કરતાં સૌથી વધુ પાંખનો ફેલાવો ધરાવે છે.
- હીલ મેના ભારતના તમામ પક્ષીઓ કરતાં સૌથી વધુ વાતુ કરે છે.
- આફ્રિકન ગ્રે નામનો પોપટ વિશ્ર્વની સૌથી બોલતી પ્રજાતિ છે, આ પોપટ 4પ0 થી વધુ શબ્દો બોલી શકે છે, યાદ રાખી પણ શકે છે.