આ રંગબેરંગી પંખી હેલિકોપ્ટરની જેમ હવામાં સ્થિર રહી શકે છે.
પૃથ્વી પર સૌથી નાના કદનું પક્ષી છે. હમિંગબર્ડ જગતનું સૌથી નાનું પંખી છે. આ રંગબેરંગી પંખી હેલિકોપ્ટરની જેમ હવામાં સ્થિર રહી શકે છે. એની પાંખોનો ફફડાટ ગુંજન પેદા કરે છે.
તે કોઇ પણ દિશામાં ઉડી શકે છે, ઉલટી દિશામાંય તે ઉડી શકે છે. તે કોઇ પણ દિશામાં ઉડી શકતું એકમાત્ર પંખી છે. માત્ર હમિંગ બર્ડ પાછળની દિશામાં ઉડી શકવા શક્ષમ છે.
હમિંગ બર્ડ માત્ર ૧ સેકંડમા ૧૨ કરતા વધારે વાર પાંખો હલાવી શકે છે. તેથી હમિંગ બર્ડ ની પાંખો ઉડતી વખતે દેખવી તે માનવ આંખના હદની બહાર છે.
સામાન્ય રીતે હમિંગ બર્ડનું આયુષ્ય ૩ થી ૫ વર્ષ જેટલું હોય છે.હમિંગ બર્ડ નું હ્રદય ૧ સેકંડમા ૨૦ વાર થી વધુ ધબકી શકે છે.
હમિંગ બર્ડની સામાન્ય લંબાઇ ૭.૫ થી ૧૩ સેન્ટીમીટર જેટલી હોય છે. હમિંગ બર્ડની ૧૩૦ જેટલી પ્રજાતિ છે. હવે તમને પણ થતું હશે કે પૃથ્વી પર સાચે જ ઈશ્વરથી મોટો નિર્માણ કરતા બીજો કોઈ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com