‘હાથી મરે તો સવા લાખનો’ જેવો ઘાટ!!!
જૈફ અને લોરેનના અફેરને લઈ મેકેન્ઝીએ ૨૫ વર્ષના લગ્ન જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો
ગુજરાતીમાં એવી કહેવત છે કે ‘હાથી જીવતો લાખનો અને મરે તો સવાલ લાખનો’ કંઈક આવો જ ઘાટ એમેઝોનના સીઈઓ જેફ બેજોસ અને તેમની પત્ની મેકેન્ઝ બેજોસ સાથે ઘડાયો છે. દુનિયાની સૌથી મોટી ઓનલાઈન શોપિંગ કંપની એમેઝોનના સંસ્થાપક જૈફ બેજોસ અને તેમની પત્ની મૈકેજી બેજોસે છૂટાછેડા લીધા છે. જૈફ હાલ દુનિયાની સૌથી અમીર સ્ત્રીઓમાં સામેલ થઈ ગઈ છે. આ બંનેએ લગ્નના ૨૫ વર્ષ બાદ છૂટાછેડા લીધા છે. આ છૂટાછેડાના કારણ જેફ બેજોસને લગભગ ૧૩૭ અરબ ડોલરની સંપતિમાં ભાગ પાડવો પડયો છે. જેમાં લગભગ ૬૯ અરબ ડોલરની સંપતિ એટલે કે ૫ લાખ કરોડ રૂપીયા તેમને છૂટાછેડામાં ચૂકવવા પડયા છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાના સંભવત: આ સૌથી મોંઘા છૂટાછેડા છે. જેને કારણે આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ છૂટાછેડાના કારણોની દરેક વ્યકિત તપાસ કરવા માગે છે. ૫૪ વર્ષિય જેફનું એક ૪૯ વર્ષ મહિલા લોરેન સૈચેજની સાથે અફેર હતુ લોરેન સૈચેજ એક પૂર્વ ન્યુઝ એંકર છે. તે હેલીકોપ્ટર પાયલટ અને ડાંસ શો હોસ્ટ કરે છે. સૈચેજ તેના પતિનથી અલગ રહે છે. તેના પતિ પૈટ્રિક વ્હાઈટસેલ હોલીવુડનાં ટેલેંટ અજેન્ટ છે. અને તે બેજોસના સારા મિત્ર પણ છે.
મહત્વનું છે કે જૈફ તરફથી સૈચેજને ટેકસ મેસેજ પણ મોકલવામાં આવ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે જેફ બેજોસ અને તેમની પત્ની મૈકેજી બેજોસના લગ્નને ૨૫ વર્ષ થયાબાદ ફરીથી છૂટા પડી રહ્યા છે.જોકે આ અંગે તેમનું માનવું છે કે અમારો પરિવાર અને અમારા ઘનિષ્ટ મિત્રો જાણે છે કે એક લાંબા ટ્રાયલ પછી અમે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે. અમે અમારા આવનારા સમયમાં સારા મિત્રો બની રહેશું વધુમા જેફ બૈઝોસે જણાવ્યું કે અમે લોકો અમારી જીંદગીમાં થનારા પરિવર્તન વિશે કાંઈક જણાવવા માગીએ છીએ અમે ૨૫ વર્ષ બાદ જુદા થવાના છીએ એવું ખબર હોત તો ફરી એકવારએ બધુ જ કરી છૂટત જે ૨૫ વર્ષ સાથે રહીને કર્યું છે. અમે ખુબજ સુંદર લગ્ન જીવનપસાર કર્યું છે. અમે સારા માતા પિતા, મિત્રો અને બિઝનેસ પાર્ટનર તરીકે ઉજજવળ ભવિષ્ય જોઈએ છીએ.