રૂપિયો… રૂપિયાને… કમાઇ આપે!!!

જૈફ બેઝોસની એમેઝોનનું માર્કેટ કેપીટલાઇઝેશન વેલ્યુ ૧ ટ્રીલીયન ડોલરને પાર

વર્ષો જુની કહેવત છે કે, રૂપિયો… રૂપિયાને કમાઇ આપે છે. ત્યારે એમોઝોનનો ત્રીમાસીક રીપોર્ટ સામે આવ્યો છે. તેમાંએ વાતની સ્પ મ્ટતા થાય છે કે એમેઝોનનું માર્કેટ કેપીટલાઇઝેશન વેલ્યુ ૧ ટ્રીલીયન ડોલરે પહોંચી છે. જયારે બીજી તરફ તેના સંસ્થાપક જૈફ બેજોરાની આવકમાં૮૪ હજાર કરોડનો વધારો નોંધાવ્યો છે. એમેઝોનના માર્કેટ વેલ્યુ અને શેરનાં ભાવોમાં જે ઉછાળો આવ્યો છે. તેનાં કારણે જૈફ બેજોસની નેટવર્થમાં  પણ વધારો નોંધાવ્યો છે. રિપોર્ટ અનુસાર જૈફ બેજોસની પાસે એમેઝોનના લગભગ ૫૭ મીલીયન શેરો છે. જે તેને વહેચી પણ શકે છે. જૈફ બેઝોસની એમેઝોન કંપની ૧ ટ્રીલીયન ડોલરની માર્કેટ કેપીટલાઇઝેશન વેલ્યુએ પહોચનારી યુએસની ચોથી મોટી કંપની બની છે.

આંકડાકીય માહીતી મુજબ બીજોરા વિશ્વનો સૌથી ધનીક વ્યકિત તરીકે ઓળખાયા છે. ત્યારબાદ બીલ ગેટસ, માઇક્રોસોફટનો કો-ફાઉન્ડર બીજી ક્રમે યથાવત છે કારણ કે તેમની નેટવર્થ બેજોરા જેટલી જ છે.

એમેઝોનનાં ત્રીમાસીક પરિણામના આધારે એમેઝોન વેબ સર્વીસનો કલાઉડ બીઝનેસની આવકમાં ૩૪ ટકાની વૃઘ્ધી પ્રતિ વર્ષ થઇ રહી છે. ચોથા કવાર્ટરમાં એમેઝોન વેબ સર્વિસનું રેવન્યુ ૧૦ બીલીયન ડોલર થવા પામી છે. એમેઝોનનાં સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ હાલ એમેઝોનનો ઉપયોગ કરનારાની સંખ્યા ૧૫૦ મીલીયને પહોંચી છે. કં૫ની પરનો જે ભરોષો લોકો દ્વારા મૂકવામાં આવ્યો છે તેમાં દિન-પ્રતિદિન વધારો નોંધાય રહ્યો છે. ગત ત્રિમાસમાં એમેઝોનની પ્રાઇમ મેમ્બરશીપ લેનારાઓની સંખ્યામાં ઘરખમ વધારો નોંધાયો છે. એમેઝોનનાસંસ્થાપક જૈફ બેઝોરએ માહીતી આપતા જણાવ્યું હતું કે આવનારા ૨૦૨૫ સુધીમાં ભારતથી ૧૦ હજાર જેટલા ઇલેકટ્રીક વાહનોની ડિલીવરી કરવામાં આવશે. આ માહીતી જૈફ બેઝોસ ના ભારત પ્રવાસ દરમિયાન સામે આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.