માણસ તો એ જેને સદીઓ જીવી જાણી….જી હા આજે એવી જ એક વાત કહેવાની છે જેમાં એક વ્યક્તિ જેને વિશ્ર્વના સૌથી વૃધ્ધ માણસનું બિરુદ મળ્યું હતું. પરંતુ દુ:ખની વાતતો એ છે કે એ વ્યક્તિ પોતાનાં જીવનકાળના ૧૧૩ વર્ષ પૂર્ણ કર્યા બાદનાં એક મહિના પછી દુનિયામાંથી ચીર વિદાઇ લીધી છે.
સ્પેનમાં રહેતા આ દુનિયાનાં સૌથી વૃધ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું છે જે પોતે એક નિવૃત ખેડૂત હતા. તેના ૧૧૩ વર્ષના જીવનકાળની વાત કરીએ તો ફ્રાંન્સીસ્કો નુનેઝ ઓલીવેરા જ્યારે પ્રથમ યુધ્ધ છેડાયું ત્યારે માત્ર ૧૦ વર્ષના હતા અને તેને પોતાનું સમગ્ર જીવન સાઉથ વેસ્ટ સ્પેનમાં વિતાવ્યું હતું વિશ્ર્વના સૌથી વૃધ્ધ માણસનાં મૃત્યુથી સમગ્ર ગામમાં દુ:ખની લાગણી છવાઇ હતી અને નાના-મોટા સૌ કોઇ શોકમગ્ન થયા હતા.
૧૩ ડિસેમ્બર ૧૯૦૪માં જન્મેલાં જીવનશૈલીની વાત કરીએ તો તે તેને ઉગાડેલાં શાકભાજી જ ખાતા હતા અને રોજ એક ગ્લાસ રેડ વાઇન પણ પીતા હતા. રોજ સવારનાં નાસ્તામાં ઓલીવી ઓઇલ અને દૂધમાંથી બનેલી કેક આરોગતા હતા. ૧૦૭ સાત વર્ષની ઉંમર સુધી તો તે રોજ જાતે જ વોક માટે જતા હતા. દુનિયામાં સૌથી લાંબુ જીવન જીવતા લોકોની યાદીમાં તેમનું નામ નોંધાયુ નહોતું પરંતુ જ્યારે યુએસનાં એક ગૃપ દ્વારા જાપાનમાં ૧૧૨ વર્ષના એક વ્યક્તિને વિશ્ર્વનાં સૌથી વૃધ્ધ માણસ તરીકે જાહેર કર્યા ત્યારે કારમોના દ્વારા એવા ડોક્યુમેન્ટ દર્શાવાયા હતા જેમાં તેની ઉંમર વિશ્ર્વનાં સૌથી વૃધ્ધ માણસ તરીકેની સાબિતી આપતા હતા.
ઉપરાંત એક યાદી અનુસાર ૧૧૭ વર્ષની એક જાપાનીસ વૃધ્ધા પણ વિશ્ર્વની સૌથી વૃધ્ધ વ્યક્તિ તરીકે જાહેર થઇ છે.
પરંતુ હજુ પણ કેટલીક એવી ચર્ચા-વિચારણાઓ ચાલી રહી છે આ બાબતે જેમાં સમાચાર પત્રોનું કહેવું છે કે ઓલીવેરાની ઉંમરનાં પુરાવા દર્શાવતા આધારો સ્પેનનાં સિવિલ વોરમાં નાશ પામ્યા હતા.
દુનિયામાં લાંબુ જીવન જીવતા વ્યક્તિઓમાં સ્પેનનું નામ પણ સામેલ છે. જેના માટે ડોક્ટરોનું પણ કહેવું છે કે સ્પેનનું દરિયાઇ આહર તેમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.