ચીઝને પકવવામાં 8 મહિના જેટલો સમય લાગ્યો
સ્પેનિશ બ્લુ ચીઝે એક ચીઝ ફેસ્ટિવલમાં 32,000 ડોલર (અંદાજે 26 લાખ રૂપિયા)ની હરાજી બોલાતાં વિશ્વના સૌથી મોંઘા ચીઝનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગૂલેરમો પેન્ડોસ જેમણે નોશનું ઉત્પાદન કર્યું છે. તેમણે એક અહેવાલમાં કહ્યું છે કે અમે જાણતા હતા કે અમારી પાસે સારું ચીઝ છે, પણ આ રેકોર્ડ જીતવું ખૂબ મુશ્કેલ હતું. આ પ્રોડક્ટ અસ્તુરિયસ પર્વતીય ગુફાઓ જેવા ઍટમોસ્ફિયરમાં તૈયાર કરવામાં આવી હતી. લાસ એરેનાસની 51મી વાર્ષિક ચીઝ સ્પર્ધામાં એને વર્ષના શ્રેષ્ઠ કેબ્રાલ્સ (બ્લુ ચીઝનો એક પ્રકાર)નું નામ આપવામાં આવ્યું એ પછી આ હરાજી દર વર્ષે યોજાવા માંડી. પેન્ડાસનાં માતા લોસ પ્યુર્ટોસના માલિક રોઝા વાડાએ જણાવ્યું કે વિનર ચીઝ એક ગુફામાં ઓછામાં ઓછા 8 મહિના સુધી રાખીને તૈયાર થાય છે.
પેંડાસના માતા રોજા વાડા જેઓ લોસ પ્યૂર્ટોસ ફેક્ટરીના માલિક છે. તેમણે કહ્યું કે, ચીઝને 1,400ની ઉંચાઈ પર એક ગુફામાં 7ઈ’ તાપમાન પર બનાવવામાં આવ્યું હતું. જ્યાં તેને બનાવવામાં ઓછામાં ઓછા 8 મહિના લાગ્યા હતા. આ ચીઝ રેસ્ટોરન્ટના માલિક ઈવાન સુઆરેઝને વેચવામાં આવ્યું હતું. જેઓ અસ્તુરિયસમાં અલ લગર ડી કોલોટોના માલિક છે. સુઆરેઝે જણાવ્યું હતું કે જમીન પ્રત્યેનો જુસ્સો અને પનીર બનાવનારના કામને ઓળખવા તેમને પનીર ખરીદવા માટે પ્રેરિત કર્યો. રાજ્યની 51મી વાર્ષિક સ્પર્ધામાં કેબ્રાલેસ ઓફ ધ યર પણ જીત્યો હતો. પોતાના પરિવારની લોસ પ્યુર્ટોસ ફેક્ટરી માટે તેને બનાવનાર ગુઈલેર્મો પેન્ડાસે જણાવ્યું કે, અમારી પાસે સારુ ચીઝ છે પરંતુ તેને બનાવવું ખૂબ જ મુશ્કેલ હતું.