વિશ્વમાં ઘણા સુંદર જીવોની સુંદરતા જોઇને આપણે મોહિત થઇ જાય, પણ કેટલાક જીવોને જોતા લાગે કે તે બીજા ગ્રહ પરથી આવ્યા હશે: બધા પશુ-પક્ષીઓને સ્વ બચાવ માટે વિવિધ કરામત આપી હોય છે.

દુનિયામાં આજે પણ ખુબ જ જોખમી અને ઝેરી જીવો વસવાટ કરે છે: વિશ્વના ટોપ-10 ખતરનાક પ્રાણીઓમાં કરોળિયો, દેડકો, ગરોળી, માછલી, પક્ષી, સાપ વિંછી જેવા જીવોનો સમાવેશ થાય છે.

વિશ્વમાં ખુબ ઓછી માત્રામાં જોવા મળતા હુડેડ પિતુહુઇ પક્ષીને માત્ર સ્પર્શ કરવાથી શરીર જડ થઇ જાય અને લકવો થઇ જાય છે: પાણીમાં રહેતી પુફર ફીસ વિશ્વની સૌથી ખતરનાક માનવામાં આવે છે.

ઝેર શબ્દ સાંભળતા જ આપણને મૃત્યુનો ડર લાગે છે. આપણે સામાન્યત: નાગ- વિંછીને વિશેષ ઝેરીલા માનીએ છીએ પણ વાસ્તવમાં સાપની અમુક પ્રજાતિઓ ઝેરી હોય છે. અદ્યતન મેડીકલ સારવારને કારણે હવે તેના ડંખથી પણ માનવી બચી શકે છે. જો કે આજે પણ સર્પદંશથી વિશ્વમાં હજારો લોકો મૃત્યુ પામે છે. જો કે આ પૈકી મોટા ભાગનાનું સારવાર ન મળવાથી તેમ જ ખોટી દવાઓ મળવાને કારણે મૃત્યુ થાય છે. ઝેરને કારણે વિકલાંગતા કે શરીરનો કોઇ કાપી નાખવો પણ પડે છે. ખુલ્લી કે અવાવરુ જગ્યાએ ચાલવામાં ઘણું ઘ્યાન રાખવું જરુરી છે. જંગલ તો તેમનું ઘર હોવાથી ત્યાં વિશેષ કાળજી લેવી હિતાવહ છે.

ગમે તેવા ઝેરીલા સાપને પણ હરાવી શકતો સ્કૂર્તિલો નોળીયો છે. તેની અને સાપની દુશ્મની બધા જાણે છે. દુનિયાભરમાં તેની પ્રજાતિઓ 33 થી વધુ જોવા મળે છે. આજે પણ દુનિયામાં ઘણા એવા નાના-મોટા પ્રાણીઓ છે જે ખુબ જ ખતરનાક અને ઝેરીલા છે. જે માણસને માત્ર 10 સેક્ધડમાં મોતને શરણે કરી

દે છે. વિશ્વમાં ઘણા સુંદર જીવો છે જે લોકોને તેની સુંદરતાથી મોહિત કરે છે. અમુક તો એટલા ચિત્ર-વિચિત્ર હોય કે આપણને લાગે કે આ કોઇ બીજા ગ્રહ ઉપરથી આવ્યા હશે. એક વાત છે કે બધા પશુ, પંખી કે જીવ-જંતુઓ વિગેરેને સ્વબચાવ માટે કુદરતે વિવિધ કરામત આપી હોય છે. જેને કારણે શિકારીથી બચે અને શિકાર પણ કરી શકે છે. આ દુનિયામાં આજે પણ ઘણા ઝેરી જીવો વસવાટ કરી રહ્યા છે.

વિશ્વના મોટા જંગલોમાં અસંખ્ય જીવજંતુઓ રહે છે. જંગલોની દુનિયા નિહાળી છે. એક બીજા ઉપર એક બીજાનું અસ્તિત્વ ટકેલું હોય છે. વિશ્વના ટોપ-10 સૌથી ખતરનાક પ્રાણીઓમાં નાનકડો કરોળિયો, દેડકો કે ગરોળી જેવા વિવિધ પ્રાણીઓ છે. જે એક દંશથી માનવીને મોત આપી શકે છે. આ પ્રાણીઓ પાસે ખતરનાક ઝેરી પાવર છે તેથી આવા ખતરનાક પ્રાણીઓ વિશે સૌએ જાણવું જરૂરી છે.

ડાર્ટ ફ્રોગ:- સેન્ટ્રલ અને સાઉથ અમેરિકામાં જોવા મળતા આ સુંદર દેડકા જે ખુબ મોટી માત્રામાં ઝેરનો સંગ્રહ ધરાવે છે. ભય જણાય ત્યારે તેનું આખુ શરીર અને સાથે જ તેની બહારની ચામડી પણ ઝેરીલી બની જાય છે. તે દુનિયાનો સૌથી ઝેરી દેડકો છે. બ્લેક અને બ્લુ પટ્ટાથી ચમકતો ફ્રોગ માણસને મારી નાખવાની તાકાત આપે છે.

કમાન્ડો ડ્રેગન:- આપણાં ઘરમાં જોવા મળતી ગરોળી કરતા હજારો ગણી મોટી ગરોળી છે. આ પ્રાણીને વિશ્વની સૌથી મોટી ગરોળી અથવા કમાન્ડો ડ્રેગન કહેવાય છે. તે જંગલમાં રહેતું હોવાથી ઘણી આસપાસના ગામમાં ખોરાક માટે આવી ચડે છે. તેનું વજન રપ0 પાઉન્ડ જેટલું અને 10 ફુટ જેટલી લંબાઇ હોય છે તે હાલ માત્ર ઇન્ડોનેશિયામાં જ જોવા મળે છે. તેની પૂંછડીમાં બહુ જ તાકાત હોય છે, જે તેને શિકાર કરવામાં મદદરુપ થાય છે.

કોન સ્નેઇલ ફીશ:- દરિયામાં તળાવ સરોવરમાં કે નદીમાં રહેતી આ માછલી ભયંકર ઝેરી છે. કોન સ્નેઇલ ખુબ મોટી માત્રામાં ટોક્ષિન ઉત્પન કરી શકે છે. જેને વિજ્ઞાનની ભાષામાં કોનો ટોક્ષિન કહેવાય છે. જો આ ઝેર કોઇ મનુષ્યમાં ઇન્ટજેકટ થઇ જાય અર્થાત ડંખ મારી દે તો બ્લડ ટ્રાન્સફયુઝન સિવાય તેનો બીજો કોઇ ઇલાજ નથી.

પુફર ફીસ:- પાણીમાં રહેતી આ માછલી વિશ્વમાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. તેના દ્વારા ઉત્પન્ન થતું ઝેર લોકોના સ્નાયુમાં પેરાલીસીસ અને નિષ્કિયતા લાવી દે છે. તેના ડંખથી માણસને લકવો થઇ જાય છે.

બ્રાઝિલીયન સ્પાઇડર:- ફોનેયુરેટીયા નામથી ઓળખાતા બ્રાઝિલીયન વોન્ડરીંગ સ્પાયડર તરીકે જાણીતા છે. આ કરોળિયાનું ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ

માં ખાસ કરી વર્ગીકરણ કરાયું છે. આ કરોળિયો ખુબ ખતરનાક ટોક્ષિન ધરાવે છે. દુનિયાનો આ સૌથી ઝેરી કરોળિયો છે.

હુડેડ પિતુહુઇ:- નાનું પક્ષી કોઇ પક્ષી કોઇ દિવસ ઝેરી હોય પણ નવાઇની વાત છે કે વિશ્વમાં ખુબ ઓછી માત્રામાં જોવા મળતા પક્ષીઓમાનું એક ઝેરી પક્ષી છે. તેને માત્ર સ્પર્શ કરવાથી તેનું શરીર જડ થઇ કે લકવો થઇ જાય છે. કુદરતે બધા જીવોમાં વિવિધ કરતબો મૂકી છે જે તેના બચાવ માટે આપી છે.

ઇન્લેંડ ટાઇપેન:- સાપની આ જાતિ વિશ્વમાં ખુબજ ઝેરી માનવામાં આવે છે. માત્ર 0.03 મિલીગ્રામ પર કિલોગ્રામ ઝેરી 100 જેટલા માણસોને મારવા માટે સક્ષ્મ છે. કોબ્રા કે એનાકોન્ડા કરતાં પણ વિશેષ ખતરનાક આ ઝેરી સાપ છે.

સુરેગેઓન ફીસ:- આ માછલી ખુબ જ ઝેરી છે. આ જાત 18 થી ર4 સે.મી. જેટલી લંબાઇ ધરાવે છે. મોટાભાગે તે સેવાળ ખોરાકમાં લેતી વખતે જ ઝેર ઇનજેકટ કરે છે. જો આ માછલી કોઇ મનુષ્ય ખાય તો તેનું ગંભીર જીવલેણ કારણ બની જાય છે. દરિયામાં ઘણા જીવો સાવ નાના હોય તો પણ ખુબ જ ઝેરી હોય છે.

એશિયન ફોરેસ્ટ સ્કોરપીયન:- વિંછીને જોતા જ આપણને ડર લાગે છે. તેનો ડંખ મૃત્યુ આપે છે. પૂંછડીના ઉપરના ભાગે સોય જેવો તિક્ષણ ભાગ હોય છે. પ ઇંચ જેટલી લંબાઇ  ધરાવતો આ વીંછીનો ડંખ સુજન અને ભારે પીડા ઉત્પન કરે છે. ઘાટા બ્લેક કલરનો આ વિંછી સૌથી વધુ ખતરનાક છે.

લોનોમિયા ઓબલીકયુ:- લારવા ઉત્પન્ન કરતી મોથની આ જાતિ ખુબ જ જાણીતી છે. તેઓની નાની જાતિ બચ્ચાઓ જયારે તેના લાર્વલ કેપીલરી ફોર્મમાં હોય ત્યારે જ ઝેરી ઉત્પન્ન કરવાનું શરુ કરે છે. આ જાતિ વિશ્વના ખતરનાક સાપો કરતાં પણ વધારે ઝેરીલી માનવામાં આવે છે.

દુનિયમાં અમુક કરોળિયાનું ઝેર ‘સાયના ઇડ’ કરતાં પણ જોખમી હોય છે. જેલી ફિશ પણ જોખમી હોય છે, દુનિયાના તમામ ઝેરી સાપ કરતાં પણ બોકસ જેલી ફિશ ખુબ જ ઝેરી હોય છે. ભારતમાં જોવા મળતો ઇન્ડિયન રેડ સ્કોર્પિયન વિશ્વનો સૌથી ઝેરીલો વીંછી છે. બ્લુ રિંગ્ડ ઓક ટોપસ દુનિયાનો સૌથી ખતરનાક અને ઝેરી છે. આ ઓકટોપસના એક ડંખમાં એટલું ઝેર હોય છે કે જેમાંથી રપ માણસો મૃત્યુ પામે છે. સાવ નાની ગકોળગાયની એક પ્રજાતિ પણ ખુબ જ ઝેરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.