સૈન્ય તાકાતના મામલે ભારત દુનિયામાં ચોથા નંબર પર કાયમ છે. પડોશી દેશ ચીન આપણાથી આગળ છે અને તે બીજા નંબરે છે. પરંતુ પાકિસ્તાનની સૈન્ય તાકાતમાં ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે તે 13મા નંબરે હતું. આ વર્ષે 17મા નંબરે પહોંચી ગયું છે. પાકિસ્તાન પહેલા ભારતથી નવ સ્થાન પાછળ હતું, હવે 13 સ્થાન પાછળ થઈ ગયું છે. દેશોની સૈન્ય તાકાતનું દર વર્ષ આકલન કરનારી સંસ્થા ગ્લોબલ ફાયર પાવરના 2018ના ઇન્ડેક્સમાં આ જાણકારી આપવામાં આવી છે.

ગ્લોબલ ફાયર પાવરે 2018ના ઇન્ડેક્સ માટે 136 દેશોની સૈન્ય તાકાતનું આકલન કર્યું. જેમાં દેશોની ભૌગોલિક સ્થિતિ, સાધન-સરંજામને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાની ક્ષમતા, પ્રાકૃતિક સંસાધન અને ઔદ્યોગિક સમર્થનના આધારે દેશોનું રેન્કિંગ કરવામાં આવ્યું છે. દેશોની આર્થિક સ્થિરતા અને ડિફેન્સ બજેટને ઇન્ડેક્સમાં મહત્વપૂર્ણ રીતે સામેલ કરવામાં આવ્યા છે. ઇન્ડેક્સમાં દેશોની પરમાણુ તાકાત અને ત્યાંના રાજકીય નેતૃત્વને સામેલ નથી કરવામાં આવ્યા.

સૌથી તાકાતવર દેશ (સેના, વાયુ સેના અને નૌસેનાની મળીને તાકાત)

સ્થાન દેશ
પ્રથમ અમેરિકા
બીજું રશિયા
ત્રીજું ચીન
ચોથું ભારત
પાંચમું ફ્રાન્સ
સત્તરમું પાકિસ્તાન


અમેરિકાની પાસે ચીનથી ચાર ગણા વિમાન

દેશ વિમાન
અમેરિકા ૧૩,૩૬૨
રશિયા ૩,૯૧૪
ચીન ૩,૦૩૫
ભારત ૨,૧૮૫
દક્ષિણ કોરિયા ૧,૫૬૦
પાકિસ્તાન ૧,૨૮૧


ઉત્તર કોરિયા પાસે સૌથી વધુ યુદ્ધ જહાજ

દેશ યુદ્ધ જહાજ
ઉત્તર કોરિયા ૯૬૭
ચીન ૭૧૪
અમેરિકા ૪૧૫
ઈરાન ૩૯૮
રશિયા ૩૫૨
ભારત ૨૯૫
પાકિસ્તાન ૧૯૭

ચીનની પાસે સૌથી વધુ સૈનિક

દેશ સેના
ચીન ૨૧.૮ લાખ
ભારત ૧૩.૬ લાખ
અમેરિકા ૧૨.૮ લાખ
રશિયા ૧૦ લાખ
ઉ. કોરિયા ૯.૪૫ લાખ
પાકિસ્તાન ૬.૩૭ લાખ

 

રશિયાની પાસે અમેરિકાથી ચાર ગણા ટેન્ક

દેશ ટેન્ક
રશિયા ૨૦,૩૦૦
ચીન ૭,૭૧૬
અમેરિકા ૫,૮૮૪
ઉત્તર કોરિયા ૫,૨૪૩
ઈજિપ્ત ૪,૯૪૬
ભારત ૪,૪૨૬
પાકિસ્તાન ૨,૧૮૨

રક્ષા પર ભારતી ત્રણ ગણો ખર્ચ કરે છે

ચીન, પાકિસ્તાનથી આપણે ૬ ગણા આગળ

દેશ રક્ષા બજેટ
અમેરિકા ૪૪ લાખ કરોડ રૂપિયા
ચીન ૧૦ લાખ કરોડ રૂપિયા
સાઉદી આરબ ૪ લાખ કરોડ રૂપિયા
યુકે ૩.૪ લાખ કરોડ રૂપિયા
ભારત ૩.૨ લાખ કરોડ રૂપિયા
પાકિસ્તાન ૪૮ હજાર કરોડ રૂપિયા

રશિયાની પાસે જળ, ભૂમિ અને આકાશનું સૌથી મોટું ક્ષેત્રફળ

દેશ  જળ-જમીન અને આકાશનું ક્ષેત્રફળ
રશિયા ૧.૭ કરોડ કિમી
કેનેડા ૯૯ લાખ કિમી
અમેરિકા ૯૮ લાખ કિમી
ચીન ૯૫ લાખ કિમી
બ્રાઝીલ ૮૫ લાખ કિમી
ભારત ૩૨ લાખ કિમી
પાકિસ્તાન ૭ લાખ કિમી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.