1. દુનિયાનો પહેલો સ્પિનર મોબાઈલ

હોંગકોંગની કંપની Chilli ઇન્ટરનેશનલ હોલ્ડીંગ (HK) લિમિટેડે દુનિયાનો પહેલો Fidget Spinner મોબાઈલ K188 અને AGPS ફોન F05 ને ભારતીય બજારમાં લોન્ચ કર્યો છે. આ ફીચર ફોનની કિંમત ૧૨૦૦ થી ૧૩૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

કંપની તરફથી જારી કરવામાં આવેલ નિવેદન અનુસાર, ચિલી મોબાઈલનો F05 ભારતમાં A-GPS ટેકનોલોજીની રજૂઆત કરતો પહેલો ફીચર ફોન છે. બ્રાંડ ચિલી મોબાઈલ્સ હેઠળ આ બંને પ્રોડક્ટ કંપનીનાં અધિકૃત રીસેલર એમેઝોન, ફ્લિપકાર્ટ, શોપક્લૂઝ, પેટીએમ પર સપ્ટેબર ૨૦૧૭ નાં અંત સુધી ઉપલબ્ધ રહેશે. તે સિવાય આ ફોન ભારતમાં બધા મુખ્ય સ્ટોર્સ પર પણ ઉપલબ્ધ થશે.

  1. દુનિયાનો પહેલો સ્પિનર મોબાઈલ

ચિલી ઇન્ટરનેશનલ હોલ્ડીંગ (HK) લિમિટેડનાં મુખ્ય (ઇન્ડિયા સેલ્સ) મિશેલ ફેંગે કહ્યું છે કે, ‘પોતાના પહેલા ઓનલાઈન પ્રિવ્યુ બાદથી જ અમે આ નવા મોડલો માટે ગ્રાહકો તરફથી સારી માંગ નોંધવામાં આવી છે. આ ત્રિમાસિક ગાળામાં અમારા મુખ્ય ધ્યાનમાં પોતાની બ્રાંડને મજબૂત બનાવવા પર છે અને K188 અને F05 સાથે ઇન્ડસ્ટ્રી ઘણું જ મહત્વપૂર્ણ પ્રોડક્ટ પૂરી કરવા માંગે છે.

  1. દુનિયાનો પહેલો સ્પિનર મોબાઈલ

રિટેલ લેવલ પર ૧૨૦૦ અને ૧૩૦૦ રૂપિયા વચ્ચે કિંમત પર ઉપલબ્ધ સ્પિનર મોબાઈલ K188 એક એવું સસ્તું ગેજેટ છે, જેનો ઉપયોગ ફીડગેટ સ્પિનર સાથે પોતાના સ્માર્ટ ફોન માટે બ્લૂટૂથ ડિવાઈસ તરીકે પણ કરી શકાય છે.

  1. દુનિયાનો પહેલો સ્પિનર મોબાઈલ

આ ફીડગેટ સ્પિનર, ફીચર ફોન અને બ્લૂટૂથ હેડસેટનો કોમ્બિનેશન છે. ફોનમાં ઈમેજ, વિડીયો અને ઈન્ટરનેટ ઍક્સેસિબિલિટી સાથે મ્યુઝિક સપોર્ટ મલ્ટીમીડિયા ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. આ પ્રોડક્ટ ભારતમાં ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સ પર રોઝ ગોલ્ડ, સિલ્વર, બ્લેક, બ્લુ અને રેડ જેવા ૬ આકર્ષક કલરમાં ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.