ગુજરાત ફાર્મસીનું હબ: ભારતમાં ૪૦ ટકા દવાઓનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે
વિશ્વ માં અને ભારતમાં અનેક હેકેથોનનું આયોજન કરવામાં આવતું હોય છે. અનેકવિધ મુદ્દાઓને લઈને ત્યારે વિશ્વ માં પ્રથમ વખત અમદાવાદ, ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી દ્વારા ફાર્મા હેકેથોનનું આયોજન ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષમાં કરવામાં આવશે. જેમાં ફાર્મા ક્ષેત્રે જે સમસ્યાઓ ઉદ્ભવીત થઈ રહી છે તેનું નિરાકરણ અને તેનો ઉકેલ કઈ રીતે લાવવો તે તમામ વિષયો પર ફાર્મા હેકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે.
૪૦ ટકા જેટલી ફાર્મા કંપની ગુજરાતમાં આવેલી છે. એટલે ફાર્મા ક્ષેત્રે ગુજરાતનું એક આગવું મહત્વ છે જેમાં નાની અને મોટી એમ તમામ પ્રકારની ફાર્મા કંપનીઓ ગુજરાતમાં પોતાનું સ્થાન ધરાવે છે. ત્યારે ફાર્મા કંપનીમાં અનેકવિધ સમસ્યાઓ અને તકલીફોના નિવારણ માટે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટની મદદ લેવાતી હોય છે. ફાર્મા હેકેથોન યોજવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે, ફાર્મા કંપનીમાં ઉદ્ભવીત થતી સમસ્યાઓના નિરાકરણ માટેના ઉપાયો વિદ્યાર્થીઓ આપે. જેથી ફાર્મા ક્ષેત્ર સધ્ધર અને સ્થિર થઈ શકે. ફાર્મા હેકેથોનમાં મુખ્ય તમામ મુદ્દાઓ જે છે તે ઔદ્યોગીક ક્ષેત્રે થતી સમસ્યાઓને લઈને કરાશે.
ગુજરાતમાં ફાર્મસી ક્ષેત્રે થતી સમસ્યાઓ અને તકલીફોના નિરાકરણ માટે ફાર્મા હેકેથોન ખૂબ જ ઉપયોગી: ડો.નવીન શેઠ
ફાર્મા હેકેથોનના આયોજન વિશે ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના કુલપતિ નવીનભાઈ શેઠે નઅબતકથ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત ફાર્મસીનું હબ છે અને ૪૦ ટકા જેટલી વિશ્વ ની દવાઓ ગુજરાતમાં બનાવવામાં આવે છે. ત્યારે નાના ઉદ્યોગો જે ફાર્મસી સાથે સંકળાયેલા છે તેને રિસર્ચ લેબોરેટરી હોતી નથી જેને લઈ તેઓએ ઘણીખરી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે અન્વયે આ ફાર્મા હેકાથોનમાં પીએચડી તથા રિસર્ચ સ્કોલર થયેલા વ્યક્તિઓ પાસે નાના ઉદ્યોગોને થતી તકલીફો અને સમસ્યાઓના નિવારણ માટેના ઉપાયો વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
ફાર્મસીને લઈ ગુજરાતમાં ૭૫ જેટલી કોલેજો છે. અનેકવિધ સ્થળ પર અનેક પ્રકારની હેકેથોન ઈવેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પ્રથમ વખત વિશ્વ માં ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી ફાર્મા હેકેથોનનું આયોજન કરી એક ઉદાહરણ પૂરું પાડવા માંગે છે. આ આયોજનમાં ફૂડ એન્ડ કંટ્રોલ, ફાર્મા ઈન્ડસ્ટ્રીઝના સીઈઓ અને તેમને થતી સમસ્યાઓ અને પ્રશ્નોન પર ચર્ચા વિચારણા કરવામાં આવશે અને રિસર્ચ સાધનો દ્વારા આ હેકેથોનનું પણ આયોજન કરાશે.
અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ફાર્મા હેકેથોન ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક સત્રના ઓગષ્ટ, સપ્ટેમ્બર માસમાં યોજાશે. આ પૂર્વે તેઓએ ખૂબજ નાના પાયે હેકેથોનનું આયોજન કર્યું હતું. જેમાં તેઓને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. જે સંદર્ભમાં આ પ્રકારનું વૈશ્વિક આયોજન કરવા માટે તેઓ પ્રેરીત થયા છે.