શ્રી કૃષ્ણના જીવન પર આધારીત

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાઉન્ડ થિએટર ખાતે 1પમી ઓગષ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી દરરોજ મહાનાટિકાની પ્રસ્તુતિ કરાશ
મહાનાટિકા ‘રાજાધિરાજ’, લવ લાઇફ લીલાની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી: 180 થી વધુ કલાકારો કરશે પ્રસ્તુતિ

મહાનાટિકા મારા માટે ગાઢ લાગણી અને શ્રઘ્ધા પૂર્ણ રહ્યું છે.

આ અભૂતપૂર્વ સંગીત નાટિકામાં દર્શાવાયેલી કૃષ્ણની ભવ્યતા અને સંમોહનની અનુભૂતિ માટે પ્રેક્ષકોને આમંત્રિત કરતા ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, રાજાધિરાજ: લવ લાઈફ લીલા’નું સર્જન એ મારા માટે ગાઢ લાગણી અને શ્રદ્ધા પૂર્ણ રહ્યું છે. શ્રી કૃષ્ણનું જીવન પ્રેરણાનું અનંત સ્ત્રોત છે, અને આ સંગીત નાટિકા દ્વારા અમારો ઉદ્દેશ તેમણે મૂર્તિમંત કરેલી સુંદરતા, દૂરંદેશીપણા અને પ્રેમની વહેંચણી કરવાનો છે. શ્રી કૃષ્ણની ભગવાન શ્રીનાથજી અને દ્વારકાધીશ તરીકેની આ અનંત કથાઓ અને લીલાઓને પ્રસ્તુત કરતા હું રોમાંચ અનુભવી રહ્યો છું. આ પ્રસ્તુતિ અગાઉ કદી ન જોઈ હોય તેવી ભવ્યતાથી થઈ રહી છે, જેનાથી પ્રેક્ષકોને પણ શ્રી કૃષ્ણની દિવ્ય અને પ્રેરણાદાયી વીરગાથાનો અવિસ્મરણીયનો અહેસાસ થશે.

ભગવાન શ્રી કૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપ પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય મહાનાટિકા,રાજાધિરાજ: લવ લાઈફ લીલાની સંકલ્પના અને પ્રસ્તુતિ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી છે. ભગવાન શ્રી કૃષ્ણની મહાનતા અને પરોપકારિતાને જીવંત કરતી 120 મિનિટનીઅવધિની આ સંગીત નાટિકાનું મંચન નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રાન્ડ થિએટર ખાતે 15મી ઓગસ્ટથી 1લી સપ્ટેમ્બર સુધી દરરોજે કરવામાં આવશે.

આ નાટિકાના મંત્રમુગ્ધ કરી દેનારા કથાવાચન, અદ્ભુત દૃષ્યો અને આત્માના તાર ઝણઝણાવી દેતા સંગીત થકી, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર – ભૂમિ નથવાણી સંમોહક અનુભૂતિની ગેરન્ટી આપે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ અદ્ભુત પ્રોડક્શનને જીવંત કરવામાં અથાગ યોગદાન આપવા બદલ અમે તમામ કલાકારો અને ક્રુ મેમ્બર્સ પ્રત્યે ઊંડો આભાર પ્રગટ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે શ્રી કૃષ્ણની દિવ્ય ગાથાને 180થી વધારે કલાકારો મંચ પર નૃત્ય અને ગીત-સંગીતની જીવંત પ્રસ્તુતિ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.

ખ્યાતનામ ભારતીય ગીતકાર અને પટકથા-લેખક, પદ્મશ્રી વિજેતા પ્રસૂન જોશી દ્વારા લિખિત, આ સંગીત નાટિકા પ્રેક્ષકોને ભગવાન શ્રી કૃષ્ણની ઓછી-જાણીતી વાર્તાઓની પ્રસ્તતિ છે. તેમાં વ્રજથી મેવાડ અને મથુરાથી દ્વારકા સુધીના તેમના જીવનમાં આવેલા પરિવર્તનોનું અતિસુંદર નિરૂપણ કરાયું છે.

સંગીત નાટિકાઓમાં નિપૂણતા ધરાવનારા અનુભવી થિએટર ડાયરેક્ટર, શ્રુતિ શર્માના નિર્દેશન હેઠળના આ નિર્માણમાં 180 કરતા વધુ કલાકારોનું કૌવત જોવા મળ્યું છે, જે ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપોને સંમિલનને તાદૃશ રીતે પ્રસ્તુત કરે છે, કારણ કે શ્રીનાથજી અને દ્વારકાધીશ સ્વરૂપોને કોઈ સંગીત નાટિકામાં પ્રથમવાર એકસાથે દર્શાવવામાં આવ્યા છે. ગોકુલમાં પ્રેમાળ ગામવાસી તરીકે એક જાદુઈ ગોપાલકરૂપી કૃષ્ણની બાળલીલાઓથી માંડીને શ્રીમદ ભગવદ્ ગીતાનો અવિનાશી ઉપદેશ આપતા સારથી તરીકે તેમની ફિલસૂફની ભૂમિકા દર્શાવતી આ સંગીત નાટિકામાં કૃષ્ણના અનેકવિધ વ્યક્તિત્ત્વની વિશેષતાને મંત્રમુગ્ધ સ્વરૂપે દર્શાવાઈ છે.

ખ્યાતનામ કોસ્ચ્યુમ ડિઝાઈનર નીતા લુલ્લા, કે જેઓ અસંખ્ય આઈકોનિક ભારતીય ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતા છે, તેમણે બારીકાઈથી ડિઝાઈન કરાયેલા 1800થી વધુ કોસ્ચ્યુમ સાથે પુરાણોના પાત્રોને જીવંત બનાવી દીધા છે, જે દરેક પાત્રની દિવ્ય ચંચળતા, સાહસ, અને આધ્યાત્મિક ઊંડાઈ પર ભાર મૂકે છે. ધ ગ્રાન્ડ થિએટર ખાતે “રાજાધિરાજ: લવ લાઈફ લીલા” – શ્રી કૃષ્ણની દિવ્યગાથાની પ્રસ્તુતિ અલૌકિક દુનિયાની અવિસ્મરણીય અનુભૂતિ કરાવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.